________________
૨૩૬
ચાર ગતિનાં કારણેા
નથી અને એ કારણેાને સેવવાં ન પડે–એવી સ્થિતિને પેદા કરવાના પ્રયત્ન કર્યો કરવા છે'-એમ ઉંડે ઉંડે પણ થાય છે ? નરકમાં નથી જાવું, એવું તે મનમાં છેજ ને ? નરક હશે કે નહિ, એવા વિચાર આવે—એવા નસ્તક તે તમે નથી; નહિ તે, પહેલાં એ વાત કરવી પડત, નરક છે, નરકમાં દુઃખ બહુ છે અને જે કાઇ મહાપાપ કરે તેને નરકમાં જવું પડે ’–આ વાત તમે તા સમજો છે; ત્યારે કહો કે તમને પાપ કરતાં શું થાય છે ? બીજાને શિખામણ દેતાં તે તમે કહેા છે કે- પાપ કરે તે દુઃખી થાય' પણ તમે પાપ કરો, ત્યારે તમને લાગે છે ખરૂં કે‘હું દુઃખને ખરીદી રહ્યો છું ?” નરકના આયુષ્યના આશ્રવનાં કારણેાથી જેને ખચવાની ઈચ્છા થાય, તેને તે કારણેા તે સેવતા હોય તે છતાં ય, વખતે નરકના આયુષ્યના બંધ ન ચે પડે. આ કારણેાને તજાય તે બહુ સારૂં, માટે પહેલા ઉપદેશ તેા આ કારણેાને તજવાના જ અપાય; પણ જે એને તરતમાં તજી શકે તેમ ન હાય, તેને શું કહે. વાય ? એ જ કે—સાવધ બની જા અને એને છેાડવાની પેરવીમાં પડી જા ! ઉપકારિઓએ, એ માટેતા, પહેલાં સાધુધર્મના ઉપદેશ આપવાનું કહ્યું; સાધુધર્મને સ્વીકારવાને માટે જે અશક્ત હોય, તેને દેશિવરતિધર્મના ઉપદેશ આપવાનું કહ્યું; અને દેશિવરતિના સ્વીકાર કરવા જોગી પણ જેનામાં શક્તિ ન હોય, તેને સમ્યક્ત્વના ઉપદેશ આપવાનું કહ્યુ. આમ, ધર્મની ચઢતીઉતરતી પાયરી રાખી છે. જે જીવ જયાં ચઢી શકે તેમ હાય, ત્યાં તેને ચઢાવવા–એમ રાખ્યું છે. પહેલાં તે અમે સૌથી સાર રસ્તા જ બતાવીએ. હાલ ને હાલ તમે સાધુ થઈ શકે તેમ છે ? ના. શ્રાવકધર્મનાં બારે ય વ્રતાને ગ્રહણ કરીને અલ્પારંભી