________________
૨૩૫
પહેલે ભાગ પડે નહિ, પણ એ ગતિએમાં ન જવું હોય, તો એનાં કાર
ને જાણવાં પડે અને એ કારણોથી બચવાનો પ્રયત્ન પણ કરવો પડે ! ઉપકારિઓએ, શાસ્ત્રોમાં, ચારે ય ગતિઓનાં કાર
ને પણ વર્ણવેલાં છે. પરમ ઉપકારી, કલિકાલસર્વજ્ઞ, આચાર્યભગવાન શ્રીમદ્દ હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ, શ્રી યોગશાસ્ત્રમાં અને અન્યત્ર પણ, એ ચારે ય ગતિઓના આયુષ્યકર્મના આશ્રને વિસ્તારથી વર્ણવ્યા છે. જેને દુર્ગતિન જોઈતી હોય, તેણે દુર્ગતિનાં તે તે કારણોથી બચવું પડે ને? દુઃખનાં કારણેને સેવાય અને દુઃખ ન આવે, એ કેમ બને? હાથમાં તીણ હથિયાર મારીએ, તે લેહી નીકળે ને? તરત ઉપચાર ન કરીએ, તો કદાચ એ પાકે ને? પાક્યા પછી બેદરકારી રાખીએ અને કુપનું સેવન કરીએ, તે વેદના વધી જાય, દર્દ અસાધ્ય બની જાય અને ચીસે માર્યા કરીએ પણ દર્દને ટાળવાને ઉપાય જડે નહિ, એવું પણ બને ને ? એવી જ રીતિએ, “નરકના આયુષ્યને બંધાવનારાં કારણોને સેવીએ અને તેમાં જ રસ અનુભવીએ, તે નરકગતિ ન મળે એવું બને શી રીતિએ ? ”—એવું તે તમે સમજે છે ને ? હેય તે હેય જ-એટલું બરાબર માનતા હો તો ય દુર્ગતિ • તમારું નામ લઈ શકે નહિ ?
ત્યારે, નરકના આયુષ્યને બંધાવનારાં કારણોને છોડવા છે, એમ મનમાં થાય ખરું ? નરકનાં કારણોને છોડવાની ઈચ્છા થાય, તો ય મોટા ભાગના છે એ કારણને સર્વથા છોડી શકવાના નથી; પણ એ કારણેને છેડવાની ઈચ્છા થાય છે કે નહિ? “શક્ય હોય તે મારે એ કારણને સેવવાં