________________
પહેલે ભાગ
. ૨૩૭
અને અલ્પ પરિગ્રહી આદિ બની શકે તેમ છે ? તે પણ બધા . માટે મુશ્કેલ. ત્યારે દુર્ગતિનાં કારણે અવશ્ય તજવા યોગ્ય . છે, એવી માન્યતામાં તો તમે બરાબર મકકમ જ છે ને ? એ કારણેને સેવવા છતાં પણ, જેને એ માત્ર હેય જ લાગે, એને ય નરકનું આયુષ્ય બંધાય નહિ. તમે સાધુ નથી થઈ શક્યા અને દેશવિરતિધર પણ ન બની શક્યા છે, તે પણ હેય તે હેય જ એટલે સુધી પણ આવી ગયા હો, તો પણ દુર્ગતિ તમારું નામ લઈ શકે નહિ. ધારે કે–અત્યાર સુધી
આ કારણે હેય જ છે” એમ નહતું લાગ્યું, પણ આજે સાંભળ્યું અને હવે જ્યારે જ્યારે એ કારણેને સેવવાં પડે, ત્યારે ત્યારે હૈયું હાલી ઉઠે, એવું ય હૈયું છે? આ કારણેને જે સર્વથા તજી શકે તેમ હોય, તેણે તે આ કારણેને હમણાં ને હમણાં જ સર્વથા તજી જ દેવાં; સર્વથા ત્યાગ શક્ય ન હોય, તે ય એના સેવનમાં મર્યાદિત બની જવું, અને એ ય ન બને, તે પણ હયબુદ્ધિને તે જીવન્તની જીવન્ત. જ રાખ્યા કરવી. છેવટને ઉપાય એ કે–જે હાલ આ કારણેના સેવનથી બચી શકાય એવા સંગે ન જ હોય, તો પણ જ્યારે જ્યારે આ કારણેને સેવવાં પડે, ત્યારે ત્યારે તો જરૂર એટલી સાવધગીરી રાખવી કે-મન એના સેવનમાં રસ અનુભવે નહિ. નિરપરાધી ત્રસ જીવની હિંસાને ત્યાગ પણ શું સૂચવે છે ?
નરકના આયુષ્યના આશ્રવનાં કારણે માં, પહેલું કારણ પંચેન્દ્રિય પ્રાણિવધ. કઈ પણ પંચેન્દ્રિય પ્રાણિને વધ કરવાની વાતમાં છે, તમારું દિલ નારાજ જ ને? દુશ્મનનું પણ મરણ