________________
-૨૩૮
•
ચાર ગતિનાં કારણો મારાથી મારા સ્વાર્થને ખાતર ન ઈરછાય, એટલે તે મનમાં નિર્ણય ખરે ને ? દુશ્મન પણ મરી જાય ને મનમાં જે માત્ર
એટલું પણ આવી જાય કે-“ઠીક જ થયું –તે પણ એના વધનું પાપ લાગે. સ, કોઈ કસાઈ મરી જાય, તે ઠીક થયું એમ ન થાય ?
એના હાથે ઘણા જીવોને જે સંહાર થતા હતા, તે તે
અટક્યો ને ? કસાઈનું પણ ભૂંડું ઈચ્છાય નહિ. એ હિંસાથી બચે, એમ ઈચ્છાય; પણ એના ય મરણને ઈચ્છાય નહિ. ઘણા જીવને સંહાર થતું અટક્યો તે સારું થયું, પણ બીચારે ઘણું ભયંકર પાપ ઉપાજીને ગયે, એમ થવું જોઈએ. કેઈએ કેઈના પણ મરણને ઈચ્છવું જોઈએ નહિ-એટલું જ નહિ, પણ કેઈના ય મરણની અનુમોદના સરખી પણ કરવી જોઈએ નહિ. સારું ય જગતુ અહિંસક બને–એવી ભાવના જરૂર કરીએ, જગતના જીવને હિંસાથી બચાવવા માટેની યેજના પણ શક્તિ અને સામગ્રીના પ્રમાણમાં જરૂર કરવી જોઈએ, પણ આપણા હાથમાં સત્તા આવી જાય છે. આપણે હિંસકેને મારવા નીકળી પડીએ, એ કેમ જ બને ? હિંસકને મારવાને માટે, આપણે પણ હિંસક જ બનવું પડે ને ? એમ જે વિચાર કરે, તે, જગતમાં તમે કેટલાને હાનિ કરીને જીવે છે ? તો, એ જીવો તમારે માટે શું ચિત્તવે ? શાસનના પ્રત્યનિકેને સજા કર્યાના પ્રસંગે આવે છે, પણ તેમાં ય હૈયે એકલું શાસન બેઠેલું હોય છે. કૃત્ય ક્રૂર લાગે, પણ હેયે ક્રૂરતા ન હેય. હૈયે તે, એના પ્રત્યે પણ દયાભાવ જ હોય. નરકના આયુષ્યકર્મના આશ્રવના આ પહેલા કારણમાં, તમારે એમ