________________
પહેલે ભાગ
૧૭૫
અણસમજુ સમજે અને એને અસર થાય, પણ જેની સમજ સાથે હૈયાને મેળ નથી, એને કશી અસર થાય નહિ. એને જે વાત કહીએ, તેમાં એ કહે કે–એ હું જાણું છું, સમજું છું; પણ એ વાત એના હૈયાને અડે નહિ અને એથી એને અસર થાય નહિ. આજે કેટલાક જાણકારે એવા પણ છે કે-વાત વાતમાં કહે કે-“એ મારી જાણમાં છે; તમે કહેતા હો તો તમે કહો તેને હું આ વાત સમજાવી શકું તેમ છું; આનું જેવું વિવેચન કરવું હોય તેવું વિવેચન હું કરી શકું તેમ છું.” પણ એવાઓને એની કશી જ અસર નહિ ! શાસ્ત્ર આમ કહે છે-એમ એ કહે, પણ “એ શાસ્ત્રની વાતે તારા હૈયાને શી અસર કરી?”-એમ પૂછીએ, તે પિોલ નીકળે. આવી સમજ લાભ ન કરે, કદાચ નુકશાન કરે; ભારે નુકશાન પણ કરે. બાકી જ્ઞાનિઓએ આ મનુધ્વજન્મની આટલી મોટી કિંમત ક્યા હેતુથી આંકી છે, એ વાત જે બરાબર સમજાઈ જાય, તે બાઈઓ રસોઈ કરતાં કરતાં અને તમે ધંધો કરતાં કરતાં પણ કર્મ ખપાવી શકે, એ પણ અશક્ય નથી. બાઈઓ રસેઈ આદિ કરતાં કરતાં અને તમે ધંધો આદિ કરતાં કરતાં, જ્યારે આ બધાં પાપથી છૂટીએ અને પાપરહિત અવસ્થાને પામીને આ જીવનને સફલ કરીએ”—એવી ભાવનામાં રમતા હે, તો એના ગે, પાપને કેટલે બધે અ૫ બંધ થાય અને કેટલી બધી કર્મનિર્જરા સધાય ? એ ભાવનાના પ્રતાપે, ઓઘે ઝટ મળે. એ ભાવનામાં રમતાં, ચારિત્રમોહનીય કર્મને ક્ષપશમ થાય અને વિરતિના પરિણામે આવે, એ પણ શક્ય છે. ચારિત્રમેહનીય કર્મ કઠિન હોય અને એથી કદાચ આ ભવમાં વિરતિના પરિણામો ન પણ આવે, તે પણ ભવાતરમાં આઠ વર્ષે ઓ મળે, એ શક્ય છે. માત્ર મનને