________________
૧૭
ચાર ગતિનાં કારણો
એવું કેળવવું જોઇએ કે મારે પાપથી સર્વથા વિરામ પામવું છે; મારે તા સાધુજીવન જ જીવવું છે.' સંસારમાં ખાઇઓને અને ભાઇઓને, માટે ભાગે તેા, આરંભ–સમારંભાદિનાં જ કાર્યો કરવાં પડે ને ? પરંતુ, એ માટે તા આ જન્મ નહિ ને ? શ્રાવક –શ્રાવિકા તા, આ વાતને સમજે જ ને ? આવી સમજણને પામેલી ખાઈ એ જીવવિચાર, નવ તત્ત્વાદિને ભણ્યા વિના રહે ખરી ? અને ભણેલી સમજી માઈ એ, રસેાડામાં પણ બાળકોને જીવવિચારાદિ શીખવી શકે ને ? પેઢી ઉપર બેઠાં બેઠાં પણ, તમે, છોકરાઓને ત્યાગી જીવનની પ્રેરણા આપી શકે ને ? જો એટલું જ હૈયે જચી જાય કે–આ મનુષ્યજન્મ પાપના સર્વથા ત્યાગ કરવાને માટેજ છે; આ મનુષ્યજન્મની કિંમત પાપના ત્યાગને જ આભારી છે, એમ જો લાગી જાય; તા બહુ ઓછી મહેનતે ઘણું કામ થઈ જાય. જેમ પેઢી ખેલે તે બહુ સાવચેત અની જાય છે, કારણ કે-એને ખ્યાલ હાય છે કે—કાળજી નહિ રાખીએ, તે પેઢીને ડૂલ થઈ જતાં વાર નહિ લાગે.' એથી પેઢી ખેાલ્યા બાદ, આળસુએ પણ ઉદ્યમી બની જાય છે અને રખડનારાએ પણ ઠેકાણે બેસતા થઇ જાય છે; તેમ આ જન્મ પાપ કરવાને માટે નથી, પણ અજન્મા બનવાના પ્રયત્ન કરવાને માટે આ જન્મ છે અને એ માટે પાપરહિતપણે જીવાય અને સંયમ સધાય એવી અવસ્થાને પામવાનું જ લક્ષ્ય રાખવું જોઈએ’–એવું જેને લાગે, તે સંસારને છેાડી શકે નહિ તેા ય, સંસારને તે રસપૂર્વક સેવે નહિ. સમજી દર્દી જેમ ન છૂટકે અપને સેવે, તેમ એ સંસારને સેવે. એની નજર, સાધુપણા તરફ જ હોય. સાધુને જોતાં જ, એને યાદ આવે કે-આ મહાત્મા જીવે છે, પણ
6