________________
પહેલે ભાગ
૧૭૭
પાપ કરતા નથી. આવા મહાત્માનાં આપણે દર્શન કરીએ, તો ય આપણાથી પાપથી છૂટાય. આ મહાત્માનું દર્શન પણ પાપથી છૂટવાની યાદ આપનારું છે.” સાધુનાં દર્શનાદિ કરતાં એને ખૂબ આનંદ આવે, કેમ કે–એને એમ થાય કે-આ સંસારમાં આવા સાધુઓ સિવાય કેઈ એ જીવ નથી, કે જે જીવ જીવે અને પાપ કરે નહિ! “શ્રી વીતરાગના સાધુ સિવાય, બીજે કઈ જ એ જીવ નથી, કે જે જીવે પણ પાપને અડવા દે નહિ અને માત્ર અજન્મા બનવાને જ પ્રયત્ન કર્યા કરે, માટે આવા મહાત્માઓ જ ખૂબ ખૂબ વન્દનીય છે–એમ માનીને જ, તમે “નમો આયરિયાણં' આદિ પાદોથી આચાર્યોને, ઉપાધ્યાયે અને સાધુઓને વન્દનાદિ કરે છે ને? પિતે સમજુ હેવાને દા કરનારાઓ પણ બીજાની
વાતમાં કેવી મૂર્ખાઈ આચરે છે? જે આ સમજ નહિ આવે, તે તમને તમારી પિતાની એટલે આત્માની ય ભાવદયા નહિ આવે ને બીજા આત્માઓની ય ભાવદયા નહિ આવે. એ વિના, જગતના જી પર જે ભાવ રહે જોઈએ, તે ભાવ પણ નહિ રહે. એ વિના, પ્રશસ્યની પ્રશંસા અને નિન્જની નિન્દા કરતાં આવડશે નહિ. અરે, એ વિના બેલતાં ય આવડશે નહિ. બેલે ખરે, પણ તે પ્રાયઃ એવું કે-વિવેક મળે નહિ ! દુનિયામાં કહેવાય છે ને કે-મૂર્ખ માણસ વિવાહની વરસી કરી આવે, તેમ આનું બોલવું પણ પ્રાયઃ એવું હોય. બાકી, જેને આ સમજ આવી જાય, તે તો સમજે કે-“આ જગતમાં પાપ કોણ નથી કરતું? અજ્ઞાન અને પરાધીન જગત્ પાપ ન કરે, તે બીજું કરે ૧૨