________________
૧૭૮
ચાર ગતિનાં કારણે પણ શું? અજ્ઞાન અને પરાધીન જગત્ પાપ કરે, એટલા માત્રથી, કેમ જ એને તિરસ્કારને પાત્ર ગણાય? અભણ માણસ ગણવામાં ભૂલ કરે, તેમાં નવાઈ પામવા જેવું શું છે? અજ્ઞાનને અજ્ઞાનથી થતા નુકશાનને અને પરાધીનને પરાધીનતાના દુઃખને સમજાવીને, તેનાથી મુક્ત બનાવવા પ્રયત્ન થાય. એની દયા ખવાય કે એને હડસેલો દેવાય? નાનું બાળક અગ્નિમાં હાથ નાખે, તે જેનાર શું કરે? એને મારવા માંડે? સૌ કહે કે-એને બીચારાને “આ અગ્નિ છે અને અગ્નિમાં હાથ નાખવાથી બળાય”—એની ગમ નથી, માટે એને મરાય નહિ. એટલા માટે તે, મા બાળકનું ધ્યાન રાખ્યા કરે છે. એ ગબડી ન પડે, દાઝી ન જાય, એની મા કાળજી રાખે. ગરમાગરમ ચહાની તપેલીમાં અચાનક બાળક હાથ નાખી દે, તે મા એને ધેલ ન મારે, પણ એના હાથને પંપાળે; ઝટ એને ઠંડક વળે, એવા ઉપચાર કરે. બાળકને રેતું જોઈને, માને રડવું આવે. માને, બાળકે તપેલીમાં હાથ નાખ્યો, તેમાં પણ પિતાની ભૂલ લાગે. મેં કાળજી રાખી નહિ—એમ થાય. કેમ ? મા સમજે છે કે-એને શું ગમ બીચારાને ? તેમ, જગતના જ પાપ કરે છે, ત્યાં તમને બહુ ગુસ્સો આવે છે અને તમે પાપ કરે છે, ત્યાં તમને તમારા ઉપર ગુસ્સો કેમ આવેતે નથી? તમે એટલે સમજી જાત; છતાં, પાપી ! અને પેલા અણસમજુ !! તે ય, તમને તમારા ઉપર ગુસ્સે ન આવે અને પેલાઓ ઉપર ગુસ્સે આવે, ત્યારે વિચારનારને તે થાય ને કે- આ તે કેવા અણઘડ માણસે છે? તમે કેઈના પાપની વાત કરે, બીજાઓની તેમના પાપને નામે તમે નિન્દાદિ કરે, ત્યારે એ સાંભળીને વિકિએને તમારી ય દયા આવે,