________________
પહેલે ભાગ
૧૭૯
પણ સાથે દુઃખે ય થાય કે-સમજુ હોવાનો દાવો કરનારા, આ કેવી મૂર્ખાઈ આચરે છે? પિતાની દયા જન્મી નથી અને બીજાની વાત કરવાને નીકળ્યા છે! પાપિને બાળકની કક્ષામાં ગોઠવતાં શીખો. દાઝયું કરું, છતાં રડે મા, એનું કારણ? એને ખ્યાલ છે કે–મેં ભૂલ કરી ! મા રડે છે તેમાં મેહ છે માટે એની પ્રશંસા નહિ, બાકી માત્ર ભૂલ સમજીને રડે, તો તે અઠીક નથી. જેનામાં વિવેક પ્રગટે, તેને તે લાગે કે-આખું જગત્ પાપ તરફ ધસી રહ્યું છે, માટે તેને સૌની દયા આવે. દયા આવે, એટલે જગતને પાપથી પરાભુખ બનાવવાના, એ, યથાશક્ય પણ ચગ્ય ઉપાયે કરે. ઉપાય કરવા છતાં પણ ન સુધરે તે એની ઉપેક્ષા કરે, પણ કેઈનું ય અહિત ચિત્તવે નહિ. એવા કેઈ પ્રસંગે, સામાનું અહિત થતું દેખાય-એવું ય કરે; અનેકોના અને તારક માર્ગના રક્ષણને સવાલ હોય, ત્યાં યથાવસર એમે ય કરે; પણ એના અહિતની ભાવના તે આવે જ નહિ. ધેલ મારે તે ય સુધારવાને માટે મારે, પણ પાછું પંપાળતાં ય આવડે, કેમ કે-મહીં દયા બેઠી છે. આમ જનની શાન્તિ કેઈથી ખંડિત થાય નહિ. આ વાતની જેને ગમ નથી, જેને આ વાત જાણવામાં આવી છે છતાં પણ હૈયે ઉતરી નથી, તેવાના મનુષ્યજન્મની શી કિંમત છે? જંગલમાં ગુલાબ ખીલે અને તે ખરી પડીને ખવાઈ જાય, તેમ એવાને મનુષ્યજન્મ પણ એળે જ જાય ને? ત્યારે, મનુષ્યજન્મ કિમતી હોવા છતાં પણ મનુષ્યજન્મને પામેલા સઘળાઓને મનુષ્યજન્મ કિમતી જ નિવડે છે, એવું તો બેલાય જ નહિ ને? આટલી પણ વાત, જે બધા ઘેર લઈને જાય, તે પણ ઘણું કામ થઈ જાય.