________________
પહેલે ભાગ હુકમ કરે છે કે-આ મહાત્માઓને માટે તમારે રોજ અન્ન -પાનાદિની જોગવાઈ કરવી.” સાધુસેવાના આવા રસિક આત્માને માટે સમ્યકત્વ સુલભ બને, એમાં નવાઈ છે?
શ્રી ધના સાર્થવાહે પિતાના રસેઈયાઓને કરેલી આજ્ઞા આચાર્યભગવાને સાંભળી, એટલે આચાર્યભગવાન, શ્રી ધના સાર્થવાહને કહે છે કે- ભગવાન શ્રી જિનેશ્વરદેવના શાસનમાં સાધુઓને નિર્દોષ અશન–પાનાદિ જ ક૯પે છે. જે અશનપાનાદિ અમારા સંકલ્પથી કરાય કે કરાવાય, તે અમને કલ્પ નહિ. અમને સચિત્ત અશનાદિ અને કુવા, વાવ, તલાવ આદિનું કે બીજું અપ્રાસુક જલ પણ કહ્યું નહિ !”
- આ વાત ચાલે છે, ત્યાં તે કઈ તરફથી મનહર અને રસપૂર્ણ કેરી ભેટ આવે છે; એટલે, શ્રી ધના સાર્થવાહ વિચાર કરે છે કે-“આ કેરીઓ તે આ મહાત્માઓને જરૂર કલ્પશે, કારણ કે-આ કેરીઓમાં તેઓના સંક૯૫થી થયેલ કાંઈ જ નથી.'
ભગવાન શ્રી જિનેશ્વરદેવોના શાસનના સાધુઓએ પાળવાના આચારનું શ્રી ધના સાર્થવાહને જ્ઞાન નથી, પણ મહાત્માઓનો સત્કાર કરવાની કેવી સુન્દર વૃત્તિ છે?
શ્રી ધના સાર્થવાહ, શ્રી આચાર્યભગવાનને વિનંતિ કરે છે કે-“મહાત્મન ! આ ફળોને આ૫ ગ્રહણ કરે અને એમ કરીને આપ મારા ઉપર અનુગ્રહ કરે !”
મિથ્યાદષ્ટિ હોવા છતાં પણ, શ્રી ધના સાર્થવાહની એ માન્યતા છે કે આવા મહાત્માઓ જે પિતાના ઉપયોગમાં આવે તેવું કાંઈ પણ આપણુ પાસેથી ગ્રહણ કરે, તે તે આપણું ઉપર અનુગ્રહ કર્યો કહેવાય. તમને તે એમ જ