________________
૨૮
ચાર ગતિનાં કારણે
આવી ઉદ્દઘોષણા કરવાની આજ્ઞા આપતાં, શ્રી ધના સાર્થવાહના હૈયામાં કેવા ભાવ પેદા થયા હશે? કમાવા જવાની વાત છાની રાખવાની હોય કે જાહેર કરવાની હોય ? રળવા જવું, તેમાં આ ખર્ચ શા માટે? હૈયાની ઉદારતા શું કરે અને શું ન કરે, તે કહેવાય નહિ. મિથ્યાદષ્ટિ છતાં ય લક્ષ્મીની મૂચ્છ કેટલી બધી ઓછી અને પરોપકારની ભાવના કેટલી બધી વિશાળ ?
આ ઉદઘોષણાના ગે, શ્રી ધના સાર્થવાહને સૌથી વિશેષ લાભ તે એ થયો કે તેમને આચાર્યભગવાન શ્રીમદ્ ધર્મઘોષસૂરીશ્વરજી મહારાજા મળી ગયા અને ગમી ગયા.
શ્રી ધર્મઘોષસૂરિવરને વસન્તપુર તરફ વિહરવાની ભાવના હતી; સાર્થના સાથ વિના તેઓ એકલા મુનિઓ સાથે વિસન્તપુર જઈ શકે તેમ હતું નહિ, એટલે શ્રી ધના સાર્થવાહે કરાવેલી ઉલ્લેષણએ તેઓને ઉત્સાહિત બનાવ્યા. શ્રી ધના સાર્થવાહે વસન્તપુર જવાને માટે નગરની બહાર જઈને જ્યાં પડાવ નાખ્યા હતા, ત્યાં આચાર્યભગવાન પધાર્યા.
શ્રી ધના સાર્થવાહે, તેને જોતાંની સાથે જ, નમસ્કારદિથી સત્કાર્યા અને અત્રે આવવાનું કારણ પૂછયું. આચાર્યભગવાને કહ્યું કે-“તારા સાર્થની સાથે અમે વસન્તપુર આવવાને ઈચ્છીએ છીએ !”
શ્રી ધના સાર્થવાહ કહે છે કે-“આજે હું ધન્ય છું, કે જેથી આપના જેવા મહાત્મા મારા સાર્થની સાથે આવવાને માટે અત્રે પધાર્યા છે.”
આચાર્યભગવાનને આ પ્રમાણે કહીને, આચાર્યભગવાનની હાજરીમાં જ, શ્રી ધના સાર્થવાહ પિતાના રસોઈયાઓને