________________
૨૭
પહેલે ભાગ
શ્રી ધના સાર્થવાહ, એક વાર વ્યાપારાદિ નિમિત્તે વસન્તપુર જવાને નિર્ણય કર્યો. વસન્તપુર ઘણું દૂર હતું અને રસ્તો એ વિકટ હતો કે-રસ્તે નિર્વાહ અને રક્ષણ માટે ઘણી જોગવાઈઓ કરવી પડે. શ્રી ધના સાર્થવાહ પોતે પિતાને માટે બધી જ જરૂરી જોગવાઈ કરવાને સમર્થ હતા, પરંતુ એમને વિચાર આવ્યો કે-“વસનપુર જેવા વ્યાપારને મોટા સ્થલે જવાની ઈચ્છા તો ઘણાને હોય અને સૌ કાંઈ એવા ન હોય કે રસ્તે જરૂરી જોગવાઈ પિતાની જ શક્તિ અને સામગ્રીથી કરી શકે !” આ વિચાર આવ્યું, તેની સાથે જ તેમને બીજો વિચાર એ પણ આવ્યું કે જ્યારે હું પોતે જ જાઉં છું, તે જેને વસન્તપુર આવવું હોય તેને હું મારી સાથે જ લઈ જાઉં !” આ વિચારને અમલ પણ શ્રી ધના સાર્થવાહે ઘણું ઉમદા રીતિએ કર્યો. શ્રી ધના સાર્થવાહે પિતાના સેવકોની પાસે ડિડિમ વગડાવીને, આખા શહેરમાં એવી ઉદ્દઘેષણા કરાવી કે-“ધના સાર્થવાહ વસન્તપુર જાય છે, તે જે કઈને વસન્તપુર જવાની ઈચ્છા હોય, તે ધના સાર્થવાહની સાથે ચાલે ! જેની પાસે વાસણો નહિ હોય, તેને ધના સાર્થવાહ વાસણ આપશે, જેની પાસે વાહન નહિ હેય, તેને ધના સાર્થવાહ વાહન આપશે, જેની પાસે ભાતું નહિ હેય, તેને ધના સાર્થવાહ ભાતું આપશે, એને જેને જે સહાયની જરૂર હશે, તેને તે સહાય ધના સાર્થવાહ આપશે; ઉપરાન્ત, માર્ગમાં ચેરેના ત્રાસથી અને હિંસક પશુઓના ઉપદ્રવથી ધના સાર્થવાહ સૌનું રક્ષણ કરશે, તેમ જ સાથે આવેલા સૌનું ધના સાર્થવાહ પિતાના ભાઈઓની જેમ પાલન કરશે !”