________________
૨૬
ચાર ગતિનાં કારણે એ સમ્યકત્વ પામ્યા, એમ સાંભળ્યું છે ને ? ઘીના દાનમાં સમ્યકત્વ ક્યાંથી આવ્યું? સમ્યક્ત્વ ઘીમાં હતું કે ભાવમાં હતું ? ભાવ ન હેત અથવા તો જે જોઈએ તે ભાવ ન હેત, તે ઘીના દાનમાં સમ્યક્ત્વ થાત ખરું? નહિ જ. આટલું જાણવા છતાં ય, ભાવની દરકાર નહિ ? તમને જે એટલું પણ થાય કે-દરેક ધર્મકિયા કરતાં જરૂરી ભાવ જોઈએ, તે કે ભાવ જોઈએ તે સમજાવી શકાય. હવે યાદ રાખજે કે-કેર ઘીના દાને નહિ, પણ ઘીનું દાન દેતી વખતે જે ભાવ હતે, તે ભાવે શ્રી ધના સાર્થવાહને સમ્યકત્વ પમાડ્યું!
શ્રી ધના સાર્થવાહ કે? શ્રી આદીશ્વરજી ભગવાનને જીવ. અહીં ગિરિરાજ ઉપર જે ભગવાનને ભેટવાને માટે તમે રેજ જાવ છે, તે ભગવાનને જીવ !
એ સમ્યક્ત્વ નહોતા પામ્યા, ત્યારે પણ તેમની કેવી હાલત હતી? એમને પૈસે રાખી મૂકવા જેવું જ લાગતો નહે, પણ બીજાઓના ભલામાં વાપરવા જેવું લાગતે જ હતે ! “ધન સર્વથા ત્યાજ્ય છે એવી સમજણ નહિ આવેલી હેવા છતાં પણ, “મારી શ્રીમંતાઈ તે જ શોભે અને મારી શ્રીમંતાઈ તો જ સાર્થક ગણાય, કે જે હું બીજાઓને સહાયક થાઉં.”—એવી એમની માન્યતા હતી અને એથી જ એમણે જે ઉલ્લેષણ કરાવી હતી, તે એ કરાવી શક્યા હતા. ધનને અતિ લોભી અને સ્વાર્થમાં જ રત માણસ, ગમે તેટલે શ્રીમંત હોય તો પણ, એ કરવાને શું? ધનને ત્યાગ કરે અને ત્યાગ ન બની શકે તેથી રાખતા છે, તે તેને સદુપયોગ કરતા રહે. ધન રાખ્યાની સાર્થકતા સંચયમાં નથી, પણ સદુપયોગમાં છે. '