________________
- - - - -
- -
પહેલે ભાગ
૨૫ માટે અને શરીર સશક્ત હોય તે ધર્મ સારી રીતિએ થાય, એ માટે ડું જ ખાય છે? એમ ખાનારાને ય તેવા કેઈ કર્મના ઉદયે પેટ બગડે ને? તપ શા માટે ? તમને ભૂખે મારવાને માટે તપને ઉપદેશ નથી, પણ ખાવાની ઉપાધિ ટળી જાય એ માટે તપ છે! ખાવાની જેમ સંસારના દરેક સુખમાં એ જ છે કે-પહેલાં ઉપાધિ, પાછળ દુઃખ અને એ ભેગવતાં ય દુઃખને અભાવ નહિ! જે સુખમાં દુઃખ સમાએલું છે, તે સુખ વજર્ય છે–એમ જ્ઞાનિઓ કહે છે. આટલી બધી ઉત્તમ સામગ્રી મળવા છતાં પણ જે આ ન સમજે, તે કલ્પતરૂ મળવા છતાં પણ ભિખારીને ભિખારી રહેવાને. આ સુખને વર્ય નહિ લાગવા દેનાર અને આ સુખને સારું લગાડનાર મિથ્યાત્વ છે. કર્મની અસર ન હોત, તે આવી મિયા બુદ્ધિ થાત શાની? જ્યાં સુધી મિથ્યાત્વ જાય નહિ,
ત્યાં સુધી આત્મામાં સમ્યકત્વ પ્રગટે નહિ. મિથ્યાત્વની મંદતા વિના ધર્મ થાય પણ તે બાળકની ચાલ જે ! “તજીએ અવર અનાદિની ચાલ”—એવું શ્રી નવ પદના સ્તવનમાં આવે છે ને? શ્રી નવ પદના આરાધક, બાર મહિનામાં બે વાર શ્રી નવ પદનું વિશિષ્ટ પ્રકારે આરાધન કરનારાઓ, એ સ્તવનને સાંભળતા હશે ને? તમને થયું કે-અનાદિની ચાલને તજીએ? અનાદિની ચાલને તયા વિના અથવા અનાદિની ચાલ તજવા જેવી છે– એમ લાગ્યા વિના, ગમે તેટલો ધર્મ થાય તે પણ, તે લેખે લાગે શી રીતિએ? શ્રી ધના સાર્થવાહ ઘીને દાનથી સમ્યકત્વ પામ્યા કે તે
વખતના ભાવથી ? શ્રી ધના સાર્થવાહને પ્રસંગ યાદ છે? ઘીનું દાન દેતાં