________________
૨૪
ચાર ગતિનાં કારણો કરે છે? ન ગમે તેવું કાંઈ તમારે કરવું પડતું નથી? કહે કે-ન ગમે તેવું ઘણું કરવું પડે છે. શાથી? પરાધીન માટે! કેનાથી? કર્મથી ! કર્મની તો આત્મા ઉપર ઘણી અસર છે. વસ્તુતઃ તમારે સ્વભાવ પાપ ગમવાનો નથી, પણ કને તેને બગાડ્યો છે. ખાવું, એ શું આત્માને સ્વભાવ છે ? નહિ જ, છતાં ખાવું કેમ પડે છે? આત્માની સાથે કર્મને વેગ છે માટે જ ! તપ ખાવાની ઉપાધિ ટળે એ માટે છે:
એક ખાવું પડે છે, તેમાં ય કેટલી ઉપાધિ કરવી પડે છે? ખાવા અંગે જે ઉપાધિ કરવી પડે છે, તે જોતાં જે ખાવા ઉપર ગુસ્સે ન આવે, તે તે બુદ્ધિશાલી નહિ. પેટ ન માગતું હતું, તે ગધેડા જેવાને ય શેઠ કહેવા પડત? ઘણું કહે છે–પેટ કરાવે વેઠ.” ખાધા પહેલાં અને ખાધા પછી પણ ઓછી ઉપાધિ છે? પહેલી પંચાત ખાવાનું મેળવવાની. ખાવાનું મળે ત્યાં વચ્ચે જીભ ખરી ને? એ ભૂલ કરાવે છે. પછી હેજરી બગડે છે. ને ઉપાધિ વધી પડે છે. ખાધા પહેલાં ય ધાંધલ અને ખાધા પછી ય ધાંધલ. આજે ખાધું, પણ બીજા દહાડા સુધીમાં જે મલ ન નીકળે, તે પછી સારી ચીજ પણ ખવાય નહિ. કહેશે કે-ગમે તેમ આને નિકાલ થવું જોઈએ. એ માટે ન ગમે તેવી ચીજ પણ પીવી પડે. દિવેલ પીવું ગમે? છતાં ઘણા જખ મારીને પીએ છે ને ? એમાં ય ઠેકાણું ન પડે, તો મીંઢીયાવળ વગેરેને ઉકાળીને પીવી પડે છે. ખાવામાં સુખ કેટલું? ડું, નામનું, જીભ રાજી થાય એટલા પૂરતું જ! બધા કાંઈ માત્ર શરીરના નિર્વાહ