________________
પહેલો ભાગ
૨૩ કયી અપેક્ષાએ છે અને સ્વભાવે શુદ્ધ સ્વરૂપવાળો આત્મા પણ અત્યારે જે પરાધીનતા ભેગવે છે તે કેને આભારી છે? ધર્મક્રિયાઓથી કંટાળેલાઓને એવી વાતો ઝટ ગમી જાય, કેમ કે–આત્માના નામે સ્વછન્દપણે વર્તી શકાય.
સધર્મક્રિયાને કંટાળો તે કઈકને હેય.
એ વાત પણ જરા ડાહ્યા બનીને વિચારવા જેવી છે. જેમ કે-સંવત્સરી આવે ત્યારે કેટલાક શું બોલે છે? “સંવત્સરી આવી! પાછે ઉપવાસ આવ્યો ! ઉપવાસ કરે તે ખરા, પણ ઉપવાસ કરવામાં રસ કેટલે? એક ઉપવાસ આવે, તેમાં તે ઉત્તરપારણે અને પારણે ખાવાની ધાંધલ એવી કરે કેતપનું પર્વ ખાવાના પર્વમાં ફેરવાઈ જતું લાગે ! કાલે ઉપવાસ આબે, માટે આજે ખાવાનું આ કરે ને તે કરે અને ઉપવાસ શરૂ થાય ત્યાં તે ઝટ પૂરો થાય ને ઝટ પારણું કરું –એની ચિન્તા ! આમાં તપનો રસ દેખાય છે કે તપને કંટાળો દેખાય છે? આમ તે, સંવત્સરીને અંગે અદૃમને તપ વિહિત છે, પણ જેઓ તે દિવસે ઉપવાસ કરે છે, તેઓમાં પણ આવા કંટાળાવાળા કેટલાક હશે ? આવી દશા હોય, એમાં પેલે કહે કે-“કર્મ કાંઈ કરે–કાર નહિ, કર્મની અસર નથી.” એટલે ઝટ એની ગાડીમાં બેસી જાય ને ? પણ, એ ન સમજે કે-કર્મના પ્રતાપે જ મારે ગાંડાને ય બાપ કહેવું પડે છે અને નાલાયકને ય શેઠ માનીને સલામ ભરવી પડે છે. કેટલાક કહે છે કે-કામ કરીને મરીએ તે ય શેઠ કદર કરવાને બદલે કલંક આપે છે. ગાળો દે છે તે સાંભળવી પડે છે. પગાર પૂર આપતો નથી ને એની સામે કાંઈ બલાતું નથી. કર્મ શું કરતું નથી ? તમે જે કાંઈ કરે છે, તે તમને ગમતું જ