________________
૨૨
ચાર ગતિનાં કારણે
શકાય નહિ અને બીજાના સુખની ઈર્ષ્યા થયા વિના રહે નહિ. આજે ઘણા શ્રીમંત પણ શ્રીમંતાઈભેગવી શકતા નથી. ખાવાનું ઘરમાં ઘણું હોય, તે ય હાજરી કામ આપે નહિ. સલામ ભરનાર પચીસ ને ગાળ દેનાર પાંચ સો! કેમ? સુખ આપનાર કર્મ થોડું ને દુખ આપનાર કર્મ વધુ. કેઈ કહેશે કેસુખના કાળમાં દુઃખ ઘણું કેમ? તે કે–પુણ્ય જ એવું બાંધેલું. ધર્મ કરતી વખતે કર્મ એવાં બંધાયાં કે-સુખ મળે અને દુઃખ ઘણું મળે, તેમ જ એના ઉદયકાળમાં પાપ ઘણાં બંધાય, એ વાત તો ઉભી જ છે. કર્મની અસર ન હોય તે આત્મા શરીરમાં શાને હેય?
અનંતી શક્તિને ધણી એ આત્મા આ શરીરમાં પૂરાય છે, એ કર્મનો પ્રતાપ છે. આ શરીર તો એવું છે કે-સમજે તે કેઈને ય આમાં રહેવું ગમે નહિ. આમ છતાં પણ, આજે આ શરીરના દુઃખમાં આત્માને દુઃખ થાય છે. આ શરીરને ગમે તેટલું સાચવે, પણ દુઃખ દેનાર કર્મના ઉદયે ખાધું પચે નહિ. ભૂખ્યા રહેવાય નહિ ને ખાધે ઝાડા થાય. આ ઉપાધિમાં આત્માને નાખે કોણે? કર્મ ! છતાં કહેનાર કહે છે કે-આત્મા ઉપર કર્મની કશી જ અસર જ નથી!” કર્મની અસર જ ન હોય, તે આ શરીરમાં આત્મા હાય જ શાને? પણ ગાઢ મિથ્યાત્વને ઉદય થતાં, સાદી પણ સાચી વાત ન સમજાય અગર સમજવા છતાં પણ ઉંધું બોલવાનું મન થાય. મૂળમાં આ ધર્મક્રિયાઓ પ્રત્યે કંટાળે તે હતો જ અને એમાં આત્માના શુદ્ધ સ્વરૂપની વાત મળી ગઈ, એટલે ધર્મક્રિયાઓને તજી દીધી! પણ વિચાર ન કર્યો કે-આ વાત