________________
પહેલે ભાગ
૨૧
આત્માની પાસે પાપ કરાવનાર એ કર્મ જ ખટકે નહિ, તે તે કાયદેસર જૈન નથી. એ જૈન કુળમાં જન્મેલો હોય, તે ય ભાવથી તે તે શ્રી જિનશાસન રૂપી સંસ્થાથી બહાર છે. ઘણા એવા છે કે–એમને પાપ કરાવનાર કર્મ ખટકતું તે નથી, પણ એ જોરદાર હોય ઠીક-એવી એમની ઈચ્છા હોય છે, એમ કહી શકાય.
સએ શું ?
જેમ કે–તમારી પાસે જે સુખસામગ્રી હોય અથવા તે જે સુખસામગ્રીને મેળવવાને માટે તમે પ્રયત્નશીલ છે, તેની આડે કેઈ આવે તે એથી તમને શું થાય છે? આડે આવનારનું શુંનું શું કરી નાખું, એમ થાય છે ને ? આડે આવનારને ઉખેડી નાખવાની શક્તિ ન હોય, તે તે શક્તિ નથી તેને બળાપ થાય છે ને? આ બધું શું છે? શરીર માંદું પડે તે હવે ખવાશે-પીવાશે નહિ, વહેપાર-ધંધામાં ધ્યાન આપી શકાશે નહિ, એ વગેરે વિચાર આવે; પણ શરીર માંદુ પડવાથી મારું અમુક ધર્મકાર્ય અટકી પડ્યું, મારૂં ચાલે તો હું એ ધર્મકાર્ય કર્યા વિના રહું નહિ–આવું વિચારનારા કેટલા? વૈદ્યને ય કહે કે-ખવાય પીવાય એવું ઝટ કર, પણ ધર્મકાર્ય અટકી પડયું છે, માટે ઝટ સાજે કર, એવું કહેનારા કેટલા? જેને પાપ કરાવનાર કર્મને ખપાવવાની ઈચ્છા નથી અને સુખ આપનાર કર્મને માટે જ જે ધર્મને કરે છે, તેને દુઃખ આપનાર અને પાપકર્મ કરાવનાર કર્મ ગાઢ બંધાય અને સુખ આપનાર કર્મ સામાન્ય બંધાય. એ પુણ્ય ઉદયમાં આવે ત્યારે સુખ થેડું ને દુઃખ ઘણું તથા પાપ પણ ઘણું બંધાય! પિતાનું સુખ સુખે ભેગવી