________________
૨૦
ચાર ગતિનાં કારણે હોય તે સારું, પણ જેનો તો કેમ જ દુઃખી હેય? ધર્મ જેને ઉંચે, તે દુઃખી હોય ? ન જ હોય, પણ ધર્મ ધર્મ રૂપે હૈયામાં વચ્ચે હોય તે ને? તમે નક્કી કરે કે હું જે ધર્મ કરું છું, તે સુખ આપનારાં કર્મોને બાંધવાને માટે નથી કરતો, પણ પાપ કરાવનારાં કર્મોથી મુક્ત બનવાને માટે કરું છું ! મને સુખ દુન્યવી નહિ પણ આત્મિક જોઈએ છે.” આત્મિક સુખને પ્રગટાવવામાં સહાયક બને તેવાં પુણ્યકર્મો ગમતાં હેય, તે ય મેક્ષના હેતુને વિસર જોઈએ નહિ. આવી ઈચ્છાથી ધર્મ કરતાં, સુખ આપનારાં કર્મો બંધાય તે ભલે બંધાય. એ કર્મને ઉદય થશે ત્યારે રાગ નહિ વધે પણ વિરાગ વધશે. એવું પુણ્ય બંધાય તેમાં વાંધો છે? મોક્ષના અથ જેનેને પુણ્યના ઉદય યોગે વધારે પૈસા મળશે, તો તે વધારે વખત યાત્રાએ આવશે, શ્રી જિનમન્દિર, ઉપાશ્રય આદિ ધર્મસ્થાને એ વધારે બંધાવશે દેવની ભક્તિનાં, ગુરૂઓની ભક્તિનાં, સાધમિકેની ભક્તિનાં, અનુકંપા આદિનાં કાર્યો એ વધારે પ્રમાણમાં કરશે, શ્રી જિનશાસનની પ્રભાવના માટે એ લક્ષમીની છોળો ઉછાળશે ! આ કાંઈ પૈસા મળ્યા એટલે દારૂ પીવા થોડા જ જવાના છે? આ કાંઈ નાટકસીનેમામાં રખડવા ઓછા જ જવાના છે? ઉંધા માગ ઓછા જ જવાના છે? જેને પાપ કરાવનારાં કર્મો ખટકે, તે સંસારમાં પણ શું કરે? એની નજર તે મેક્ષ તરફ જ હોય, એટલે સંસારના વાસને પણ એ મોક્ષસાધક બનાવવાની પેરવી કરે. તમને પાપ કરાવનાર કર્મ છે–એમ સમજાયા પછીથી, એ કર્મ ખટકે છે કે નહિ? જેને જાણવા મળે કેઅમુક કર્મને ઉદય આત્માની પાસે પાપ કરાવે છે, તેને