________________
ચાર ગતિનાં કારણે છે ને કે–સાધુઓ ક્યારે આપણી કઈ પણ વસ્તુને સ્વીકારવા દ્વારા આપણા ઉપર અનુગ્રહ કરે ? શ્રી સિદ્ધગિરિજીની યાત્રાએ આવ્યા છે, એટલે અહીં તો તમને સાધુઓના અને સાધ્વીઓના અનુગ્રહને મેળવવાની ઘણી જ ઈરછા ને? ક્યારે મારી કોઈ પણ વસ્તુ સાધુના કે સાધ્વીના ઉપયોગમાં આવે, એમ ખરું ને? સાધર્મિક જનની ભક્તિને તેમ જ અનુકંપા
જીવોની અનુકંપા કરવાને લાભ લેવાની ઈચ્છા પણ ખરી ને? કેઈ સાધર્મિક તમારું આમંત્રણ સ્વીકારે, તો તેણે તમારા ઉપર ઉપકાર કર્યો–એવી જ તમારી માન્યતા ને ? કઈ પણ દીન-દુખિને જોતાં, તમારું હૈયું સળવળ્યા વગર અને તમારે મુઠીભર્યો હાથ લાંબે થયા વગર રહે નહિ ને?
શ્રી ધના સાર્થવાહ શ્રી આચાર્યભગવાનને કેરીઓને ગ્રહણ કરવાની વિનંતિ કરે છે, તેના જવાબમાં આચાર્યભગવાન તેમને સમજાવે છે કે-“આ ફળને તો સ્પર્શ કરે એ પણ અમને કલ્પ નહિ, પછી ખાવાની તે વાત જ ક્યાં રહી?”
આચાર્યભગવાનના આવા ઉત્તરથી તે શ્રી ધના સાર્થવાહનું હૈયું ભક્તિભાવથી એકદમ નાચી ઉઠે છે. એમને થાય છે કે-“મહાત્મા તો મહાત્મા, પણ આવા ગજબના ત્યાગી મહાત્મા ? આવું આચારપાલન કેટલું બધું દુષ્કર છે? મારા જેવા પ્રમાદિથી તો એક દિવસ પણ આવું ઉત્કટ આચારપાલન થઈ શકે નહિ” અને હૃદયના આ ભાવને, શ્રી ધના સાર્થવાહ, વાણીમાં મૂક્યા વિના પણ રહી શકતા નથી.
આટલી વાત કરીને, શ્રી ધના સાર્થવાહ આચાર્યભગવાનને વિનંતિ કરે છે કે-“આપને આ ફળે ન કલ્પે તો ય ભલે; આપને જે કાંઈ અન્ન-પાનાદિ કલ્પશે તે હું આપને આપીશ;