________________
પહેલા ભાગ
૩૧
પણ આપ કૃપા કરીને આજે જ મારા આ સાર્થની સાથે પધારો ! ’ આમ કહીને શ્રી ધના સાર્થવાહ શ્રી આચાર્યભગવાન આદિ મુનિવરોને વિનયપૂર્વક નમસ્કાર કરે છે.
પછી મહાત્મા ત્યાંથી વિદાય લે છે, પેાતાને ચેાગ્ય સ્થાને જાય છે અને શ્રી ધના સાર્થવાહ, એ મહાત્માઓના ઉત્તમ આચારપાલનની ઉત્તમ છાપને હૃદયમાં વહેતા થકા, પેાતાની અન્ય પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત થાય છે.
સાર્થને વસન્તપુર સુધી પહોંચાડવાની વ્યવસ્થા પણ ઉત્તમ પ્રકારે કરી છે. સાથેની મેાખરે શ્રી ધના સાર્થવાહ પોતે રહ્યા છે અને સાથેની પાછળ તેમણે પેાતાના એક વિશ્વસનીય મિત્રને રાખેલ છે. વચ્ચે સાર્થ છે અને તે પણ આજીમાજી સંરક્ષકાથી વીંટળાએલા !
સાથે ચાલતે ચાલતા અટવીમાં આવી પહેાંચ્યા, ત્યાં ગરમીની મેાસમ શરૂ થઈ ગઈ. ગરમી પણ એવી પડવા લાગી કે–ચારે કાર અગ્નિ સળગતા હાય અને વચ્ચે બેઠા હાઇએ, એવું લાગે. કુવાઓ, તળાવા, જલાશયાનું પાણી સુકાઈ ગયું. ગરમીને લીધે તથા પાણીની મુશ્કેલીને લીધે, સાથે ધાર્યા મુજબ આગળ વધી શકો નહિં. સૌને હેરાનગતિને પાર નહાતા; એટલે શ્રી ધના સાર્થવાહની વેદનાનું તે પૂછવું જ શું ?
પછી વર્ષાઋતુ આવી. ભવિતવ્યતા એવી હતી કે– ઉનાળામાં જેમ ગરમીના કોઈ આંક રહ્યો નહિ,તેમ ચામાસામાં અતિ વૃષ્ટિ પણ એવી જ થઈ. આખી ય અટવી જલમય બની ગઈ. જ્યાં નજર નાખે, ત્યાં જલ જ જલ દેખાય, જમીનમાં ખાડા પડી ગયેલા અને કાદવ થઇ ગયેલેા, એટલે વાહને