________________
૩૨
ચાર ગતિનાં કારણો ખેંચી જવા લાગ્યાં.
એક સ્થલે ઉંચાણવાળી જમીન મળી જતાં, શ્રી ધના સાર્થવાહે મુશ્કેલીને સમય ત્યાં જ પસાર કરવાનો નિર્ણય કરીને, સાર્થને પડાવ નખાવ્ય. સૌ ઝુંપડાં બાંધીને ત્યાં રહ્યા. સાર્થમાં આવેલાઓએ આચાર્યભગવાન આદિ માટે પણ આવી જ વ્યવસ્થા કરી.
આટલી મુશ્કેલી જાણે અધુરી હોય, તેમ રસ્તે ખાવાને માટે સાથે લીધેલું અનાજ પણ ખૂટી ગયું. દિવસો વધી ગયા અને વરસાદથી ઘણું બગડી ગયું. ક્યાંયથી અનાજ મંગાવી શકાય એવી સ્થિતિ રહી નહિ. અનાજ વિના કેમ જીવવું, એ સવાલ થઈ પડ્યો. સાર્થના માણસે ખાવાનું શોધવા માટે જ્યાં ત્યાં ફરતા અને કંદાદિ જે કાંઈ મળી જતું, તે ખાઈને દિવસો પસાર કરતા.
સાર્થને માથે આવી પડેલી આ મુશ્કેલી વિષે, શ્રી ધના સાર્થવાહના મિત્રે, એક વાર રાત્રિના સમયે શ્રી ધના સાર્થવાહની પાસે બેસીને વિગતવાર વાત કરી.
સાર્થ મુશ્કેલીમાં મૂકાઈ ગયે છે–એમ તે શ્રી ધના સાર્થવાહ જાણતા જ હતા, પણ તેમના મિત્ર પાસેથી તેમણે સાર્થની જીવવા માટેના ખોરાકની મુશ્કેલી આદિની વિગતવાર વાત સાંભળી, ત્યારે તે તેમની ચિન્તાને પાર રહ્યો નહિ, સાથેની મુશકેલીની ચિન્તાની પરંપરા તેમના હૈયાને કીડાની જેમ કેરી ખાવા લાગી. સાર્થના દુઃખની ચિન્તાએ તેમને જડ જેવા બનાવી દીધા. ચિન્તામાં ને ચિન્તામાં તેમને નિદ્રા આવી ગઈ.
રાત્રિના છેલ્લા પ્રહરે પ્રાતરિકે રિવાજ મુજબ ઘેષણ