________________
પહેલા ભાગ
કરી કે- અમારા સ્વામિની કીતિ સર્વત્ર પ્રસાર પામી રહી છે, કારણુ કે–વિષમ દશાને પામવા છતાં પણ, અમારા સ્વામી, પેાતે સ્વીકારેલા કર્ત્તવ્યને અદા કરી રહ્યા છે !’
૩૩
પ્રાહરિક જેવા આ ઘાષણા કરી રહ્યો, કે તરત જ બીજા કોઈ માણસે એ જ વાકય પુનઃ ઉચ્ચાર્યું.
શ્રી ધના સાર્થવાહ પેાતાના પ્રાહરિકના અવાજને ખરાખર ઓળખતા હતા, એટલે પ્રારિકે કરેલી પ્રાત:ઘાષણાને ખીજા કેાઈ એ દુહરાવી, તેથી તેમને લાગ્યું કે- પ્રાહરિકની પ્રાતઃ ઘાષણાને દુહરાવીને, આ રીતિએ કાઈ એ મને ઉપાલમ્ભ જ આપ્યા છે!' કારણ કે–રાતથી તેમની સાર્થના દુઃખ વિષેની ચિન્તા વધી ગઈ હતી.
હવે શ્રી ધના સાર્થવાહ વિચારે છે કે-‘શું મારા સાર્થમાં કોઈ અત્યન્ત ખરાબ સ્થિતિમાં મૂકાયેલ છે ? ’ એ વિષે વિચાર કરતાં કરતાં, તેમને આચાર્યભગવાન શ્રી ધર્મઘાષસૂરિવર
યાદ આવ્યા.
આચાર્યભગવાન અને તેમની સાથેના સાધુએનો ખ્યાલ આવતાંની સાથે જ, શ્રી ધના સાર્થવાહનું હૈયું ત્રાસી ગયું, કેમ કે તેમને પોતાની ફરજનું ભાન હતું. સાથે જેમને લીધા હાય, તેમને સાચવવાની જોખમદારી આપણી છે, એમ એ
સમજતા હતા.
શ્રી ધના સાર્થવાહને એમ થઈ ગયું કે-‘આવી મુશ્કેલીમાં એ મહાત્માઓનું થયું શું હશે ? જે મહાત્માએ અકૃત, અકારિતા અને પ્રાસુક ભિક્ષા–પાનથી જ નિર્વાહ કરવાના નિયમવાળા છે અને કંદમૂલ તથા કુલ-કુલ આદિને જેએ કદી અડકતા પણ નથી, તેમની હાલત શી થઈ હશે ?? આ
૩