________________
૧૬૬
ચાર ગતિનાં કારણો માટે તેમને જેવું સૂઝે અને જેવું આવડે તેવું પાપ કરે, તે તેમાં વાંધો નહિ ને ? તમારે સારા નસીબે રહેવાને ઘર છે, આવકનું સાધન છે, મટી ચેરીઓ વગેરે કર્યા વિના પણ તમને જોઈતું મળી રહે છે, માટે તમે તેવાં કામ નથી કર્યા પણ પેલાને ઘરબાર કે તમારા જેવું સાધન નથી, એટલે એ જીવવાને માટે ચેરી વગેરે કરે છે, તે વાંધે છે ? પેલાને મા-બાપ વગેરે એવાં મળ્યાં કે–એને બીજું કઈ સારું શિક્ષણ મળ્યું નહિ અને ચારી વગેરે કરવાનું શિક્ષણ મળ્યું, એટલે જીવવાને માટે એણે ચોરી વગેરે કરવા માંડયું, તો તમારા મતે તે જીવવાને માટે એ પણ થાય ને?
સ, એ ન થાય.
કેમ ન થાય? જરા વિચાર કરે. “પાપ કરવું જરૂરી લાગે અને “પાપ કરવા જેવું નથી” એમ લાગે, તેમાં ભેદ છે. જીવવાને માટે, પાપ તે પાપ, પણ તે કરવું જ જોઈએ, આવું માનનારે, કયું પાપ ન કરે ? જેને માટે તક ન હોય, તે જ પાપ એ કરે નહિ ને? પાપ કરવા છતાં પણ, જેને પાપ ડંખે છે, તે તે પાપથી બચવા પ્રયત્ન કર્યા વિના રહે નહિ અને પાપથી બચવાનો પ્રયત્ન કરવા છતાં પણ જે પાપથી એ બચી શકે નહિ, તે પાપને માટે એ એમ પણ કહી શકે કે–પાપને આચર્યા વિના જીવાય તેમ નથી, પણ જીવવાને માટે અનીતિ આદિ મેટાં પાપે તે નહિ જ કરવાં જોઈએ!” બાકી, આ જીવનમાં જીવવાને માટે પાપ કરવામાં જેને વાંધો નથી લાગતું, તેને ચેરી વગેરે કરનારને માટે પણ, વધે લેવાને શે હક્ક છે? સ, પિલાનાં પાપ પ્રગટ થાય છે, એટલે એને ધિક્કારવામાં
આવે છે.