________________
પહેલે ભાગ
૧૬૫
અને પાછળ પણ સુખ મૂકી જવાની ઈચ્છાથી, તમે કેટકેટલાં પાપ આચરે છે? ઘણાં જ. એનું દુઃખ થાય છે કે નહિ ? જીવવા માટે પાપ ન કરવું પડે તે સારું, એમ તો થાય છે ને? માની લઈએ કે-જીવવાને માટે પાપ કર્યા વિના છૂટકે નથી–એમ લાગ્યું છે, માટે અત્યાર સુધી પાપ કર્યા, પરંતુ મનુષ્યજન્મ એ પાપથી જીવવાને માટે નથી, પણ પાપને ત્યાગ કરવાને માટે જ મનુષ્યજન્મ છે –એવું સાંભળ્યા અને સમજ્યા પછીથી ય, જીવવાને માટે જે પાપ કરવાં પડ્યાં અને હજી જે પાપ કરવાં પડે છે, તેનું દુઃખ થાય છે કે નહિ ? તમે જૈન છે, એટલે તમને કરવાં પડતાં પાપ ડખે નહિ, એમ તો બને જ નહિ ને? તમારો ચાંલ્લો પણ કહે છે કે-આને જીવવાને માટે ય કરવાં પડતાં પાપ ડંખે છે. જેને પાપ ડંખતાં ન હોય, તેને આ ચાંલ્લો શેભે નહિ. દુનિયામાં જે કઈ ચેરી, બદમાશી વગેરે કરે છે, તે જીવવાને માટે જ કરે છે ને? જીવવાને માટે જેઓ ચોરી વગેરે કરતા હોય, તેઓને તમે સારી દષ્ટિએ જુઓ છો ને ? ના, તે કેમ નહિ? પોતાની ઈચ્છાનુસાર જીવવાને માટે, એને પૈસાની જરૂર હતી; મહેનત કરવા છતાં પણ એને જે જોઈતું હતું તે મળ્યું નહિ; જરૂરી પૈિસા વગેરે મેળવવાની બીજી કઈ ખાસ આવડત, એનામાં હતી નહિ; શરીરે સશક્ત હતો અને ચેરી કરવાની આવડત હતી; એને થયું કે મારે જે જોઈએ છે, તે ચોરી કર્યા વિના મળે તેમ નથી. માટે એને તક મળી, તે એણે કોઈનું ઘર ફાડ્યું. આવું કઈ કરે, તે તેમાં વધે નહિ ને? તમે કહો છે કે–જીવવાને માટે પાપ કર્યા વિના ચાલે નહિ; જીવવાને માટે પાપ કરવામાં વધે નહિ; તે ચેર, લૂંટાર વગેરે જીવવાને