________________
પહેલે ભાગ
૧૬૭ એટલે, જેનાં પાપને જે જાણે, તે તેને ધિક્કારે તે એમાં વાંધો નહિ ને? તમારાં જે પાપને બીજાઓ પ્રગટપણે જાણે, તે બધા તમને ધિક્કારવા માંડે, તે તમે શું કહે ? તમારાં પાપ અમારી જાણમાં આવી જાય, તો અમે પણ તમને ધિક્કારીએ જ ને ? અમે એવી ભૂલ કરીએ નહિ, પણ એવું કઈ સાધુ કરી બેસે, તે તમને એમાં ખોટું તે લાગે નહિ ને? એવા વખતે તમે શું કરે, એ તો કહે ! તમારું ચાલે તે તમે મહારાજને બોલતા બંધ કરી દેવાને મળે અને તેમ બને એવું ન હોય, તે તમે અહીં આવતા બંધ થઈ જાવ અને બહાર પ્રચાર કર્યા કરો કે “મહારાજને કશી ગમ જ નથી કે શું બેલાય અને કેમ બેલાય?” જે કૃત્યને માટે તમને બીજાને ધિક્કારવા ગમે છે, એવાં જ તમારાં કૃત્યને માટે કે એથી પણ ભયંકર એવાં તમારાં કૃત્યોને માટે પણ જે કઈ તમને ધિકકારે, તે એ તમને ગમતું નથી ! માટે, ધિક્કારવું, એ સારું તે નહિ જ ને ? જેને આ જન્મની મહત્તા શાથી છે, તે બરાબર સમજાઈ જાય, તેને તો પાપ કરનારની દયા આવે. પાપ કરનારને પાપથી છોડાવવાનું મન થાય, પણ પાપ માટે પાપ કરનારને નિવિવેકપણે ધિક્કારવાનું મન થાય નહિ. એને, એ વાતનું પણ ભાન હોય કે–પાપથી બચીને જીવવું, એ કેટલું બધું મુશ્કેલ છે? પાપ વગર જીવી શકાય એ આ ભવ છેઃ
અનન્તાનન્ત જ્ઞાનિઓએ જોયું કે આ મનુષ્યજન્મ એ એક જ જન્મ એ છે, કે જેને પામીને યોગ્ય સામગ્રી મળતાં જીવ, સર્વથા પાપરહિત જીવનને પણ જીવી શકે છે.