________________
૧૬૮
ચાર ગતિનાં કારણો સર્વથા પાપરહિત જીવનને જીવવું, એ શક્ય છે તે એક મનુષ્યજન્મમાં જ શક્ય છે. બીજા કોઈ પણ જન્મમાં સર્વથા પાપરહિતપણે જીવવું, એ શક્ય જ નથી.” ચાર ગતિઓ-દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકી–એમાં ઉંચાં સ્થાન બે ગણાય; દેવનું અને મનુષ્યનું; પરન્તુ, દેવભવને પામેલા આત્માઓ, ધારે તે ય એમનાથી સર્વથા પાપ વગર જીવી શકાય એવી સામગ્રી જ એ ભવમાં નથી, જ્યારે આ એક મનુષ્યભવ એ છે કે-આ ભવમાં પાપ વગર પણ જીવી શકાય. અહીં સામગ્રી એવી કે-જે માણસ ધારે અને ભવિતવ્યતાદિને સુગ હોય, તે માણસ બહુ ખૂશીથી પાપ વગર જીવી શકે. રસેઈનું પાપ કરતાં ય તમારી સ્ત્રીઓને થાય કે-“રસેઈનું પાપ કરવાને માટે આ જીવન નથી. આ જીવન તે સંયમની સાધનાને માટે છે અને સંયમની સાધનાને માટે આ જીવનને નિર્દોષ ભિક્ષાથી નિર્વાહ કરે, એ જ વ્યાજબી છે. એ બાઈ રઈ કરે નહિ-એમ નહિ, પણ રસંઈકરતે કરતે પણ જેટલાં પાપોથી બચી શકાય તેમ હોય, તેટલાં પાપથી બચવાની એ કાળજી રાખે. કેઈ પણ ચીજ લે–મૂકે છે તે પૂજીને લે અને પૂજીને મૂકે. ચૂલ-સઘડી સળગાવતાં પહેલાં, તેના ઉપર કે તેની આજુબાજુ ક્યાંય જીવજંતુ છે કે નહિ, તે પણ જોઈ લે અને પછી પૂજે પણ ખરી. લાકડું કે કેલસે પણ એમ ને એમ ન મૂકે. વાસી, દ્વિદલ આદિ ન થઈ જાય, તેની કાળજી પણ રાખે. આમ પાપથી બચવાના બનતા ઉપાયે કરે અને મનમાં એ જ ચિન્તવે કે હું ભગવાને કહેલા ધર્મમાર્ગની એકાતે આરાધના કરનારી બની નથી, તેથી જ મારે આ પાપ કરવાં પડે છે. આવી બાઈઓના