________________
૩૨૫
પહેલે ભાગ એ વાત વિસારે પડી ગયેલી. જ્યારે એ માપવાસના પારણે માસોપવાસ કરવાની દઢ અને કઠોર પ્રતિજ્ઞા કરીને તપશ્ચર્યા કરી રહ્યો હતો, તે વખતે ભવિતવ્યતાના યોગે એવા સંગે બની ગયા કે–એનો ને ગુણસેનને પાછો મેલાપ થઈ ગયો અને એમાંથી પૂર્વના વિરભાવને તાજે થવાની તથા એ વૈરભાવને સ્થિર થઈ જવાની તક મળી ગઈ. એ વૈરભાવની સ્થિરતા થઈ જતાં, જ્યાં જયાં એ બન્નેને યોગ થયો, ત્યાં ત્યાં વૈરભાવ તાજો થયો. ગુણસેનના જીવને જુએ અને તરત જ અગ્નિશમના જીવમાં વૈરભાવ જાગે. એ સ્થિરતા ક્યાં સુધી રહી, તે જાણો છો ? ગુણસનનો જીવ જે ભવ સુધી સંસારમાં રહ્યો, તે ભવ સુધી! અગ્નિશર્માના વૈરે ગુણસેનના અતિમ ભવમાં, એટલે કે–જે ભવમાં શ્રી ગુણસેન મુક્તિને પામ્યા, તે ભાવમાં પણ પિતાને પ્રભાવ બતાવ્યો. એ પછી ય, અગ્નિશર્માના જીવે એ વૈરભાવને તળે કે નહિ, તે તે જ્ઞાની જાણે; પણ તે પછી શ્રી ગુણસેન મોક્ષને પામ્યા, એટલે એ બેને વેગ થતે મટી ગયો. વૈરભાવ તે, ખુદ ભગવાન મળે તે એ ધર્મની પ્રાપ્તિ આદિમાં
અન્તરાય કરનારે બને આ વૈરભાવ જ્યારે સ્થિરતાને પામી જાય છે, ત્યારે એનું ઉપશમન બહુ મુશ્કેલ બની જાય છે. ભવિતવ્યતાદિ સારાં હેય અને કઈ પ્રસંગ વિશેષથી એ વૈર ટળી જાય, તે તે વાત જુદી છે; બાકી તે, ખૂદ શ્રી તીર્થકરદેવ જોવા મળ્યા હેય અને એ તારક વૈરને તજવાનું કહે, તો ય એ બાદબાકી કરે કે-આના સિવાય. જેમ રાગના ગાઢ સંસ્કારે કામ કરે