________________
૩૨૪
ચાર ગતિનાં કારણે ગે હેરાનગતિમાં મૂકવાના અને મૂકાવાના પ્રસંગો બન્યા; પણ અગ્નિશર્માનું વૈર તે એના કેટલા ય ભવો સુધી પહોંચ્યું છે. એ વરના અનુબધે, અગ્નિશર્માના જીવને, અનંત સંસારના પરિભ્રમણમાં ધકેલી દીધે. અગ્નિશર્માના ભાવમાં વૈરબંધ પડ્યો, પણ તે ભવમાં એ જીવની કેટલી બધી સારી હાલત હતી, તે જાણે છે? જીવ હતો મિથ્યાષ્ટિ; પણ એણે તાપસપણને ગ્રહણ કરીને, માપવાસને પારણે માપવાસ કરવાની પ્રતિજ્ઞા જીવનભરને માટે ગ્રહણ કરી હતી. માસપવાસને પારણે, તે કેઈના પણ ઘરમાં પારણું કરવાને જાતે અને એ ઘરમાં જે કાંઈ મળી જાય, તેનાથી પાર કરી લઈને પાછો ફરી, તે પુનઃ માપવાસને તપ શરૂ કરતો હતો. જે ઘરમાં જાય, એ ઘરમાં જે પારણા માટે આહારાદિ કાંઈ ન મળે, તે ય તે બીજા ઘરમાં જ નહિ અને માપવાસ ઉપર માપવાસ ખેચી નાખત. આ તપસ્વી અને તાપસ તરીકે સંસારને ત્યાગી હોવા છતાં પણ, એનું વૈર સ્થિરતાને પામી ગયું અને તે એવું તે સ્થિરતાને પામી ગયું કે-જે જે ભવમાં અને જ્યારે જ્યારે, એને ગુણસેનના આત્માને વેગ થયો, ત્યારે ત્યારે એને ગુણસેનના આત્મા પ્રત્યે વૈરભાવ જાગ્યા વિના રહ્યો જ નહિ. એ વૈરભાવના પેગે, અગ્નિશમને આત્મા, એ દરેકે દરેક ભમાં, એ ગુણસેનના આત્મા પ્રત્યે, એવું એવું કરપીણ વર્તન કરતો રહ્યો કે-મેટે ભાગે તે દુર્ગતિઓમાં જ ભમતો રહ્યો અને દુઃખને જ પામતો રહ્યો. અગ્નિશમ નાની ઉંમરને હતો, ત્યારે તે ગુણસેનના કૌતુકનું પાત્ર બની જતાં, એના પ્રત્યે એને દુર્ભાવ જાગેલે; પણ પિતે ગામ છોડીને ચાલ્યા ગયે અને તપાસ બન્યો, એટલે