________________
પહેલે ભાગ
૩૨૩
વવાની વાત કરશે જ નહિ!” વૈરને ખરાબ કહે, પણ જેના પ્રત્યે એવું વૈર બંધાઈ ગયું હોય–એની વાત આવે, એટલે એમ જ કહે કે-એ બને એવું નથી; એટલું જ નહિ, પણ ઉપરથી એમ પણ કહે કે-“એને તે હું જ્યારે બરાબર ઠેકાણે પાડીશ, ત્યારે જ જંપીશ.” સ્થિર વૈરને આ નમુને છે. એક વાર વૈર જે સ્થિરતાને પામી જાય, તે પછી એ જીવને ઘણી સામગ્રી મળે તો ય, પ્રાયઃ વૈર નીકળવું મુશ્કેલ થઈ પડે. આવું વેર પિતા-પુત્ર વચ્ચે પણ બંધાઈ જાય, માતા -પુત્ર વચ્ચે પણ બંધાઈ જાય, ધણ–ધણુ આણું વચ્ચે પણ બંધાઈ જાય અને શેઠ–નેકર આદિ વચ્ચે પણ બંધાઈ જાય; એટલે, આપણે જેની જેની સાથે ચેડે કે વધતો સંબંધ થઈ જાય, તેમાંના કોઈની પણ સાથે, કોઈ પણ સંગોમાં, વિરભાવ આવી જાય નહિ, તેની કાળજી રાખવી જોઈએ અને કદાચ વૈરભાવ આવી પણ જાય, તે ય તે વિરભાવને નિર્મુલ કરી નાખવાના અને તેને સ્થિર નહિ થવા દેવાના, સાવચેતીથી પ્રયત્નો કરવા જોઈએ. અગ્નિશર્મામાં ઘેરભાવની સ્થિરતા થઈ ગઈ, તે જ્યાં જ્યાં યોગ
થયે, ત્યાં ત્યાં વૈરભાવ જાગ્યે : શાસ્ત્રોમાં સ્થિર વરના અનેક પ્રસંગો વર્ણવાએલા છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનના જીવ અને કમઠના જીવ વચ્ચે, સ્થિર વરને પ્રસંગ હતો. ગુણસેનને જીવ અને અગ્નિશર્માને જીવ, એ બે વચ્ચે પણ સ્થિર વૈરને પ્રસંગ હતો. ગુણસેનના આત્માની સાથે બાંધેલા વરને, અગ્નિશર્માના આત્માએ સંખ્યાબંધ ભવો સુધી સાચવી રાખ્યું છે. નવ ભવમાં તે, વરના