________________
૩૨૨
ચાર ગતિનાં કારણે હોય, તે દવાઓ પણ તમને વાપરવી ગમે નહિ ને ? કદાચ ન છૂટકે એવી દવાઓને ઉપગ કરવો પડે, તો ય હૈયાને આઘાત લાગે ને? જૈન કુળમાં જન્મેલાઓને, માંસભેજન વિષે બહુ કહેવું પડે અગર તે એના ત્યાગ વિષે સમજાવવું પડે, એવી સ્થિતિ તે નથી જ, એટલે ચાલીએ આગળ. સ્થિરતા: માંસજન પછી આવે છે-
સ્થિરતા. આપણા હૈયામાં કેઈના ય પ્રત્યે વૈરભાવ ઉત્પન્ન થવા પામે નહિ તે બહુ સારું, પણ નરકનાં અનેક કારણોમાંના આ કારણથી બચવું હોય, તે છેવટ એટલું તો કરવું જ જોઈએ કે-કેઈના પણ પ્રત્યે ઉત્પન્ન થવા પામેલા વૈરભાવને, હૈયામાં ટકવા દે નહિ. કેશિષ કરીને, મનમાં સારા સારા વિચારો કર્યા કરીને, વરનાં ભયંકર પરિણામેનું ચિન્તન કરી કરીને અને ભયંકર કોટિની દુશ્મનાવટ કરનારાઓ ઉપર પણ વિરભાવને નહિ ધરનારા પુણ્યપુરૂષનાં ઉદાહરણને આંખ સામે રાખ્યા કરીને પણ, કોઈના ય પ્રત્યે કાંઈ પણ વૈરભાવ ઉત્પન્ન થવા પામ્યો હેય, તે તેને જેમ બને તેમ વહેલો સિરાવી દેવું જોઈએ. કોઈના ય પ્રત્યે પ્રગટેલે વૈરભાવ, આપણા હૈયામાં સ્થિરતાને પામી જાય નહિ, એ માટે ખાસ સાવચેતી રાખવી જોઈએ. કેટલાક તે, મરતાં સુધી વૈરભાવને સિરાવી શકતા નથી અને એથી તે ભવાંતરમાં પણ સાથે જાય છે. એવા પણ માણસ હોય છે કે-જેમને અમુક જી સાથે સ્થિર વૈર થઈ ગયું હોય. એમને ગમે તેટલું સમજાવવામાં આવે, તે ય એ પ્રાયઃ એમ જ કહે કે બધી વાત કરજે, પણ આની સાથે અમા