________________
પહેલે ભાગ
૩૨૧ તમારે નાણાં ચૂકવવાની સગવડ કરી લેવી પડે છે ને? માલ ભરાઈ ગયું હોય, પેઢીમાં કે ઘરમાં રોકડ નાણું ન હોય અને વેપારિઓને નાણું ચૂકવવાનો વખત થવા આવ્યો હોય, તે તમે દેવધામ, લાગવગને ઉપગ, એ વગેરે જે કાંઈ કરવું પડે તે કરીને પણ, વેપારિઓને ચૂકવવા જેટલાં નાણાં એકઠાં કરી લાવે છે ને ? કેમ ? મનમાં છે કે–પેઢી ચલાવવી હોય, તો પેઢીની રીતરસમેને જાળવવી પડે ! પેઢીની આબરૂ રાખવી હોય, તે એમ ન કહેવાય કે-મળશે ત્યારે આપીશું! તેમ, સંગવશાત્ રાજાદિને યુદ્ધમાં ય જવું પડે. યુદ્ધમાં જાય ત્યારે ખાલી હાથે જાય કે હથિયાર લઈને જાય ? હથિયાર લઈ જાય, તે દેખાડવાને માટે લઈ જાય કે જરૂર પડયે પિતાને બચાવ કરવાને અને દુશ્મન ઉપર ઉપયોગ કરવાને લઈ જાય ? આવું કરવા છતાં પણ, હૈયામાં અનુગ્રહવૃત્તિ હોઈ શકે. અનેક રાજાઓ અને મંત્રિઓ એવા પણ થઈ ગયા છે કેયુદ્ધમાં દુશ્મનને અને દુશ્મનની સેનાને કચ્ચરઘાણ કાઢી નાખ્યો હોય, પણ તે પછી અવસર આવતાં અનુગ્રહ કરવામાં ય પાછી પાની ના કરી હોય. માંસાજન :
નિરનુગ્રહતા, એ નરકના આયુષ્યનું કારણ છે-એમ જણાવ્યા બાદ, શાસ્ત્રકાર પરમર્ષિ ફરમાવે છે કે-માંસાજન, એ પણ નરકના આયુષ્યના આશ્રવનું કારણ છે. આ વિષયમાં તે તમને કાંઈ કહેવાની જરૂર નથી જ ને? કઈ તમને શક્તિ આદિના બહાને પણ આવા કોઈ માર્ગે ઘસડી જઈ શકે નહિ ને? જે દવાઓમાં પણ આવું મિશ્રણ આવતું
૨૧