________________
૩૨૬
ચાર ગતિનાં કારણે છે, તેમ છેષના ગાઢ સંસ્કારો પણ કામ કરે છે ને? સ્નેહરાગના સંસ્કારે, ગણધરભગવાન શ્રી ગૌતમસ્વામિજી જેવાના પણ કેવલજ્ઞાનને અટકાવી રાખ્યું હતું ને? ઘણું સમજે, ભગવાન પ્રત્યે સમજપૂર્વકને ભક્તિભાવે ય ઘણો, છતાં સાથે ભગવાનના જીવ પ્રત્યે સ્નેહરાગ પણ ખરે જ ! તેમ, વૈરમાં પણ સમજે ને? ખેડુતને યાદ કરે ! ખેડુતને જીવ ગણધરભગવાન શ્રી ગૌતમસ્વામિજીથી પ્રતિબંધને પામ્યા અને ભગવાનને જોતાંની સાથે જ, ભગવાનના જીવ સાથેના પૂર્વના વિરને સંસ્કાર તાજો થઈ ગયો ! કેવી સારી અવસ્થામાં, ખેડુતના જીવને, ભગવાનના જીવને યાગ થઈ ગયો હતો? પણ વૈરભાવ તાજો થઈ ગયો, એટલે ભગવાન પાસેથી અને જે ગુરૂથી એ પ્રતિબંધને પામ્યા હતા, તે શ્રી ગૌતમસ્વામિજી પાસેથી પણ એ રવાના થઈ ગયા ને? એ ખેડુતના જીવને, પ્રતિબંધ પમાડવાને માટે, ખુદ ભગવાન ગયા નહિ અને ભગવાને પોતે જ ગણધરભગવાન શ્રી ગૌતમસ્વામિજીને મોકલ્યા. કેમ? ભગવાન જાણતા હતા કે-આ જીવ મારાથી પ્રતિબંધ પામે એ શક્ય જ નથી, માટે ! ખૂદ ભગવાન જાત, તો એ જીવ પ્રતિબંધ પામત નહિ; તેમાં કારણ તે, ભગવાનના જીવ પ્રત્યેને વૈરભાવ જ ને ? ખુદ ભગવાન પ્રતિબંધ પમાડવાને પ્રયત્ન કરે, તે ય કેવળ વિરભાવના કારણે જીવ પ્રતિબંધ પામે નહિ, એવી એની દશા હતી ને? એને, ધર્મની આરાધનામાં અન્તરાય પણ, વૈરભાવે જ કર્યો ને ? ત્યારે વિરભાવ,
એ કેટલી બધી ભયંકર ચીજ છે? તમારે જે કોઈની સાથે સ્થિરતા થઈ જાય, તે જીવ ભવાન્તરમાં ધર્મગુરૂ આદિ તરીકે મળે, તે ય તમને ફાયદો થાય ખરે? એ તમને ધર્મ