________________
પહેલે ભાગ
૧૯૯
આવી ઉત્તમ સામગ્રીવાળા મનુષ્યજન્મને પામવા છતાં પણ, મેં આટલાં વર્ષો પાપમાં ગુજાર્યા!” જેના મનને આવું દુઃખ હોય, તે જ સાચા ભાવે એમ કહી શકે ને કે “ધન્ય છે તે પુણ્યાત્માઓને, કે જેઓ આઠ વર્ષની વયે પાપરહિત જીવનને જીવનારા બન્યા !” તમે અત્યાર સુધીમાં દીક્ષિત બન્યા નથી અને પાપકર્મના ઉદયે તમને દીક્ષિત બનવાના પરિણામ હજુ જાગતા નથી, પણ તમારા કુટુંબમાં જે કંઈના અન્તઃકરણમાં દીક્ષિત બનવાની ભાવના પ્રગટે, એને તમે શું કહે? બહુ બહુ તે તમે એને સાધુજીવનની કઠિનતા બતાવે ને? તમે એટલું જ કરે કે કાંઈ વધારે કરે? તમને તમારે મેહ એ વખતે મુંઝવે, તે એ મોહને દબાવી દેવાને માટે, તમે તમારા વિવેકને ઉપયોગ કરે ને? ત્યાં હૈયામાં ધર્મ કેટલો વચ્ચે છે, એની કસોટી થઈ જાય છે. સંઘનાં એટલે કેઈનાં નહિ કે સૌનાં?.
આવી વાતો તમારા ઘરમાં થવા માંડે, તે પરિણામ કેટલું સુન્દર આવે?
સ, આવી વાતે ઘેર થાય શી રીતિએ ?
શું વાંધો આવે? ત્યાગી ગમે છે અને ઘરમાં વૈરાગ્યની વાત થાય તો એ ગમે નહિ? ભૂલેચૂકે આ વાત ઘર સુધી ન જાય, એની કાળજી રાખે છે? ઘરમાં આ વાત હોય, પેઢીમાં આ વાત હોય, એટલે સમજી લેવું કે-એ ઘર ને એ પેઢી પર, આજના જેવું મમત્વ નહિ રહે. એ ઘર તમારું નહિ રહે, પણ ભગવાનનું બની જશે. જૈનનાં ઘરબાર વગેરે, બધું શ્રી જિનશાસનનું જ ગણાય. કેમ એમ? ત્યાં માન્યતા ભગવાન