________________
૧૯૮
ચાર ગતિનાં કારણે છે? પાપરહિતપણે જીવનારા બનવું, એ જ ને ? જીવે ને પાપ લાગે નહિ, એવું ક્યારે બને? જીવન જે ભગવાનની આજ્ઞાને જ આધીન બની જાય તો ! યતનામય સાધુજીવન જીવવું, એ જ સાચું પાપરહિત જીવન છે ને ? તે, આ વાત, હવે તે તમારા કુટુંબને તમે સમજાવશે ને ? કહેજે કે “આ મનુષ્યજન્મને જ્ઞાનિઓએ દશ દશ દષ્ટાન્ત દુર્લભ કહ્યો છે; આર્ય દેશાદિ સામગ્રીઓ સહિત મનુષ્યજન્મ મળ, એ અતિશય દુર્લભ છે; આપણે પૂર્વે એવું વિપુલ પુણ્ય કરેલું, કે જેથી આપણને આ મનુષ્યજન્મ મળી ગયું છે, પણ આ જન્મ મળ્યો, તેને આપણે સફળ કરીએ તે કામનું; અત્યારે આપણે જે રીતિએ જીવીએ છીએ, તે રીતિએ જીવવાને માટે, આ મનુષ્યજન્મ નથી. આ મનુષ્યજન્મ મળે, એ તેને જ સફલ છે, કે જે પોતાના જીવનને પાપરહિત બનાવે! માટે, આપણે પણ આપણા જીવનને પાપરહિત બનાવવાને પ્રયત્ન કરે જોઈએ !” તમે આવી વાત કરે, એટલે કદાચ કઈ એમ પણ પૂછે કે આ સંસારમાં પાપરહિત જીવન કેણ જીવે છે?” ત્યારે તમારે કહેવું કે-“આપણાં સાધુ અને સાધ્વી પાપરહિત જીવન જીવે છે. સાધુપણા વિના, સર્વથા પાપરહિત જીવન જીવાય, એ બને નહિ.” આ બધી વાત તમે કરે, એટલે કેઈને સાધુ કે સાધ્વી બનવાનું મન થઈ જાય, એમ પણ બને, કેમ કે–પાપ તે ખટકતું જ હોય અને પાપથી રહિતપણે જીવી શકાય એ જન્મ મળ્યો હોય, એટલે જે સમજે તેને સાધુ કે સાધ્વી બનવાનું મન થઈ જાય, એમાં નવાઈ નથી. શ્રાવક-શ્રાવિકાને તે આઠ વર્ષની ઉંમરે સાધુ-સાધ્વી ન બનાયું હોય, તેનું હૈયે દુઃખ હોય. એને એમ થાય કે