________________
પહેલે ભાગ
૧૯૭ હશે.” સગી મા છોકરાને મારતી હોય, તો પાડોશી ઝટ મૂકાવવાને ન જાય. કેમ ? સમજે છે કે–મા છે; તે છોકરાના ભલાને માટે મારે ય ખરી ! એ જગ્યાએ ઓરમાન મા હોય ત, ઓરમાન મા કદાચ ભલાને માટે જ મારતી હોય, તે પણ બે જણીઓ આવે અને કહે કે મારે, ક્યાં મા છે?” વ્યક્તિને વિશ્વાસ થયો કે? ડાહ્યાઓ કહે છે કે- જેને આપણું ઉપર વિશ્વાસ નહિ, તેને બહુ સલાહ દેવા જેવું નહિ. આપણે કેવળ એના જ હિતને માટે કહીએ, તો ય તે ઉંધું ધારે!” જેને આપણામાં વિશ્વાસ હોય નહિ, તેને જે આપણાથી લેવાય નહિ. અમે ગમે તેને નિશ્રામાં લઈએ નહિ. જેને અમારી નિશ્રામાં તરવાનું લાગે, તેને જ નિશ્રા અપાય ને ? કઈ વાર કડકે ય આજ્ઞા કરવી પડે. એ કેને ગમે? આજ્ઞા ગ્યને જ થાય. ઉપદેશ આપે, એ જુદી વાત છે અને આજ્ઞા કરવી એ જુદી વાત છે. આજ્ઞા પાળે એવાને જ આજ્ઞા થાય. ત્યારે તમને તારક પણ દેવ–ગુરૂ તારે શી રીતિએ? તમને પાપ ખટકે અને પાપથી છૂટવાને માટે તમે દેવ-ગુરૂના શરણને સ્વીકારે તે ને? કુટુંબ સાથે કરવાની વાત
જ્ઞાનિઓએ માનવજન્મને કેમ વખાણે છે, એ હવે તે તમે સમજ્યા ને? અજન્મા થવા માટે જે ઉદ્યમ અહીં થઈ શકે છે, તે ઉદ્યમ બીજા કેઈ પણ જન્મમાં થઈ શકતો નથી અને એથી જ જન્મના નાશની પ્રેરણા આપનાર જ્ઞાનિઓએ મનુષ્યજન્મને વખાણ્યો છે. હવે કહે, અજન્મા બનવા માટેને જે ઉદ્યમ, તેમાં સૌથી સારો ઉદ્યમ કર્યો