________________
૩૫
પહેલે ભાગ આફત છે અથવા તો આમણે કઈ આફતને ભેગવેલી છે?— એમ લાગે જ નહિ. તેમાં ય, તે મૂર્તિ આચાર્યભગવાન તે, જાણે સાક્ષાત્ ધર્મની મૂર્તિ સમા લાગતા હતા.
આચાર્યભગવાનને અને મુનિવરેને આટલા બધા પ્રસન્નમુખ અને પિતાના કાર્યમાં રત જોઈને, શ્રી ધના સાર્થવાહને હૈયે કેવી અસર થઈ હશે ?
શ્રી ધના સાર્થવાહ, સમ્યક્ત્વ પામ્યા પહેલાં પણ કેવી ઉત્તમ મનોદશાવાળા હતા, એ પણ સમજવા જેવું છે, અને સમ્યકૃત્વને પામવામાં તેમને કેવી સુન્દર પૂર્વભૂમિકા પ્રાપ્ત થઈ હતી, તે પણ સમજવા જેવું છે. આ સાથે ભયંકર વિડંબનામાં મૂકાઈ ગયો હતો, ત્યારે સાધુઓને કાંઈ ઓછી તકલીફ સહન કરવી પડી હશે? નહિ જ, છતાં ય, તકલીફ વિષે ફરીયાદ તો નહિ, પણ તકલીફ પડી છે–એવું શહેરા ઉપરથી ય જણાવા દે નહિ, એ જેવી–તેવી વાત છે?
જૈન સાધુ એટલે એ, કે જે દુઃખમાં પણ દુઃખ માને નહિ અને આત્માના સુખ સિવાયના સુખની સ્પૃહા કરે નહિ. જૈન સાધુને જો દુઃખમાં દુઃખ લાગે અને સુખની પૃહા થઈ જાય, તે એને એ પિતાની ઉણપ માને. શ્રાવકની ફરજ એ છે કે–સાધુ અને સાધ્વીના સંયમની આરાધનાની અનુકૂળતાને અંગેના સુખની એ જ ચિન્તા કરે અને તેમનું દુઃખ ટાળવામાં પાછી પાની કરે નહિ, પણ સાધુ-સાધ્વી તે દુઃખને પણ પ્રેમથી વેઠવાની વૃત્તિવાળાં હોય.
તમને સાધુ-સાધ્વી સંયમ સુખરૂપ પાળી શકે, એની ચિન્તા ખરી ને ? “મારા સમાજમાં સાધુ-સાધ્વી કેટલાં? તેમને સંયમની સાધનામાં કયી કયી તકલીફ નડે છે? એ