________________
પહેલે ભાગ
૧૩૩
બદારી સમજનારથી બેલાય નહિ. માટે તે, ગીતાર્થને જ ધર્મદાનને અધિકાર છે. ધર્મદાતા ચાલે ત્યાં સુધી નાલાયકને ધર્મ દે નહિ, બનતી પરીક્ષા કરીને લાયક જણાય તે જ ધર્મ દે અને મુગ્ધને દે તો ય વિચારે કે-આનામાં સમજ નથી, બાકી વિપરીત ભાવને આને આગ્રહ નથી” અને એને ય સમજુ બનાવીને આશયશુદ્ધિ પમાડવાનું લક્ષ્ય રાખે. ધર્મદાતાને માથે, ધર્મને લેવા આવેલાની લાયકાત તપાસવાની જવાબદારી ન હોત, તો પેલા વિનયરત્નને દીક્ષિત બનાવનાર આચાર્યભગવાને, “એવા દુષ્ટને મેં ક્યાં દીક્ષા દઈ દીધી ? મેં જ ભૂલ કરી”—એ જે પશ્ચાત્તાપ કર્યો, તે કરત નહિ. વિનયરત્નના આચરણથી, એ મહાપુરૂષ, એની નાલાયકાતને જાણી શક્યા નથી. વિનયરત્ન જે રીતિએ દીક્ષિત બનવા આવ્યો હતો, તેમાં ગમે તેવા પરીક્ષકની પણ ભૂલ થઈ જાય એવું હતું. કેવળ છેતરપીંડી કરીને પિતાનું ધાર્યું કામ કાઢવાને માટે જે આવ્યું હોય, તે બાહોશ હોય તે ભલભલા બાહેશ ધર્મદાતાને પણ છેતરી જાય, એમાં નવાઈ નથી. વાતચીત ને વર્તાવ વગેરે એવું હોય કે-છદ્મસ્થ ધર્મદાતા માત્ર છેરાઈ જ જાય એમ નહિ, પણ એવા છેતરાઈ જાયક-બીજા સારા મુનિઓ કરતાં પણ એ દુષ્ટ હદયને મુનિ વધારે સારે લાગે. આવાઓની બનતી પરીક્ષા કરી હોય, છતાં છેતરાઈ જવાયું હેય-એ બને અને જ્યારે એનું ભયંકર પરિણામ આવે, ત્યારે ગુરૂને ખ્યાલ આવે અને પશ્ચાત્તાપ થાય. પરીક્ષા કરવા છતાં ય દુઃખ થાય, કેમ કે પરીક્ષા કરવાને જે હેતુ હતું, તે સર્યો નહિ ને ? અજ્ઞાનવશ પણ એટલી ભૂલ થઈને? મહાપુરૂષને પોતાની એવી ભૂલ માટે પણ, ખૂબ ખૂબ લાગી આવ્યા વિના