________________
૧૩૪
ચાર ગતિનાં કારણે રહે નહિ. વિનયરત્ન જ્યારે રાજાનું ખૂન કરીને ભાગી ગયો, તે પછી એ વાતને ખ્યાલ આવતાની સાથે જ, વિનય રત્નને દીક્ષિત બનાવનાર આચાર્યભગવાનને, એવું જ લાગી આવ્યું છે કે-આવા ક્રૂર સ્વભાવના નાલાયક આત્માને મેં ક્યાં દીક્ષિત બનાવી દીધે?” એ આચાર્યભગવાને, પિતે બેદરકારીથી કે જાણી જોઈને એને દીક્ષિત બનાવ્યો નહિ હતું, તે છતાં પણ એ મહાપુરૂષને બહુ લાગી આવ્યું. વિનયરત્નને પ્રસંગ:
વિનય રત્નના પ્રસંગમાં બન્યું છે એવું કે–પ્રસંગવશાત રાજા ઉદાયી પ્રત્યે, એના હૈયામાં તીવ્ર પ્રકારને દ્વેષભાવ પ્રગટવા પામ્યો હતો. એ મૂળ તે રાજકુમાર હિતે. એનું રાજ્ય યુદ્ધમાં રાજા ઉદાયીના કબજામાં આવ્યું હતું. આથી, તે પિતાની રાજ્યભૂમિને તજીને, અન્ય કઈ રાજાની સેવામાં જઈ રહ્યો હતે. જે રાજાની સેવામાં જઈને એ રાજકુમાર રહ્યો હતો, તે રાજાને પણ રાજા ઉદાયીની સાથે અણબનાવ હતું. આ તકને લાભ લઈને, એ રાજકુમારે, અવસરે પિતાના સ્વામિને કહ્યું કે આપના શત્રુ ઉદાયી રાજાને નાશ હું કરી આપું. પેલા રાજાએ પણ, એ કામના બદલામાં, એની માગણી મુજબ રાજ્યને ભાગ આપવાનું કબૂલ કર્યું.
રાજકુમાર રાજ્ય તે જોઈતું જ હતું, પણ રાજા ઉદાથીની સાથે લડીને એ રાય મેળવી શકે, એવું એનામાં સામર્થ્ય નહતું. રાજા ઉદાયી મહા પ્રતાપી હતા અને એ જીવતા હોય ત્યાં સુધી શત્રુ રાજાઓનું કાંઈ વળે તેમ નહોતું.
એ રાજકુમાર, જરૂરી વેષપલટ કરીને, રાજા ઉદાયીની