________________
૨૨૪
ચાર ગતિનાં કારણો તે મને ધનની જ હાનિ રૂપ ફલ મળી રહ્યું છે!” આવા આવા કુવિકલ્પથી, શાસ્ત્ર કહે છે કે-એ પિતાની પૂજાના ફલને હારી ગયે!
પૂજા નહિ કરવા છતાં પણ, ભદ્રકને સારા મનભાવના ગે લાભ થઈ ગયો અને પૂજા કરવા છતાં પણ, નન્દકને ખરાબ મનોભાવના ગે લાભ થવાને બદલે હાનિ પ્રાપ્ત થઈ! આથી, શ્રી જિનપૂજામાં પણ મનોભાવ જેમ બને તેમ સારે જ રાખ જોઈએ અને પરિણામ સારા રાખ્યા વિના ધાર્યું પરિણામ આવે નહિ. આવા કાળમાં ય શાસનની સુંદર પ્રભાવના થઈ શકેઃ
આ ઉદાહરણ ઉપરથી, ધનહીન શ્રાવકે પણ કેવા પ્રકારે લાભ લઈ શકે, એ વસ્તુ સૂચિત થાય છે. પિતે ધનહીન હેય તે, પિતે પૂજાદિન કરી શકતા હોય; પણ જે ધનસંપન્ન પૂજાદિ કરતા હોય, તેમની અનુમોદના તે એ કરી શકે ને? પૂજા કરનારાઓની અનુમોદના કરવા સાથે, શાસ્ત્રના વિધિ મુજબ શ્રી જિનમંદિરે જઈને, પિતાની કાયાથી બની શકે તેવાં શ્રી જિનમંદિરનાં અને શ્રી જિનભક્તિનાં કાર્યો તે એ કરી શકે ને? પણ પૂજા માટે કશો જ ખર્ચ કરી ન શકે-તેવી સ્થિતિ હોય, એવા જૈનો, આજના વિષમ કાળમાં ય થડા છે. પૂજા માટે થોડું પણ ખર્ચ કરી શકે, એવા જૈનો તે, આજની સ્થિતિમાં ય, મોટી સંખ્યામાં છે. જો આ બધાને આ વસ્તુ બરાબર સમજાઈ જાય, તે આ કાળમાં પણ ભાગ્યે જ કઈ મંદિરને કેસર, સુખડ આદિ માટે ચિંતા કરવાની જરૂર પડે! કદાચ કઈ ઠેકાણે ખૂટતું હોય, તે આજે સુખી જેને પણ એટલા