________________
૨૨૩
પહેલે ભાગ પ્રકારને થઈ જાય, તો લાભને બદલે હાનિ પણ થઈ જાય.
શાસ્ત્રમાં બે વણિકનું એક ઉદાહરણ આવે છે. એ બે વણિકોમાં એકનું નામ નન્દક હતું અને બીજાનું નામ ભદ્રક હતું. એ બનેની દુકાને પાસે પાસે હતી.
નન્દક નામના વણિકે રેજ દેવપૂજા કરવાનો નિયમ ગ્રહણ કર્યો હતે. રેજ સવારે તે પહેલાં પૂજા કરવા જતો અને પૂજા કરીને આવ્યા પછી તે પિતાની દુકાન ખોલતો, જ્યારે ભદ્રક રેજ સવારે ઉઠીને સીધે પિતાની દુકાને જતો.
નન્દકને પૂજા કરવાને માટે તે જોઈને, ભદ્રક રાજ વિચાર કરો કે ધન્ય છે આ નન્દકને, કારણ કે-અન્ય સર્વ કૃત્યને તજી દઈને, આ, રેજ સવારે ભગવાન શ્રી જિનેશ્વરદેવની પૂજા કરે છે ! હું કે નિર્ધન, પાપી અને ધન કમાવાની લાલસામાં પડેલો છું, કે જેથી સવારે દિવસ ઉગ્યે અહીં આવું છું અને પામરનાં મેંઢાં જોઉં છું! ધિક્કાર છે મારા જીવિતને અને મારા ગેત્રને પણ!” આવા વિચારે, એને રોજ આવતા હતા, અને એથી શાસ્ત્ર કહે છે કે-આવા પ્રકારના ધ્યાન રૂપ જલ વડે કરીને, એ, પિતાના પાપમલને હેતે હતે તથા પોતાના પુણ્યબીજને સીંચતો હતો.
એક તરફ પૂજા નહિ કરનારા ભદ્રકની જ્યારે આવી મનોદશા વર્તતી હતી, ત્યારે બીજી તરફ રોજ પૂજા કરનારા નન્દકની એથી ઊલટી જ મનોદશા વર્તતી હતી. નન્દક વિચારતો હતું કે હું જે વખતે દેવપૂજા કરવાને જાઉં છું, તે વખતે આ ભદ્રક એકલે જ વેપાર કરે છે; એટલે, એ ઘણું ધન કમાઈ જશે! મેં અભિગ્રહ લઈ લીધે છે, એટલે બીજું કરું પણ શું? બાકી પૂજાનું ફલ તે બહુ દૂર છે અને અત્યારે