________________
:૨૨૨
ચાર ગતિનાં કારણા
અને ગાંઠના દ્રવ્યથી જ શ્રી જિનપૂજા કરવી જોઈએ, એવું વિધાન કર્યું છે. તીર્થયાત્રાએ જતાં કેાઈએ ધર્મકૃત્યમાં વાપરવાને માટે કાંઈ દ્રવ્ય આપ્યું હોય, તે તે દ્રવ્યને પોતાના દ્રવ્યની સાથે ભેળવી દઈને, પૂજાદિ કરવાની પણ શાસ્ત્ર મના કરી છે અને કહ્યું છે કે પહેલાં દેવપૂજાદિ ધર્મકૃત્યા ગાંઠના દ્રવ્યથી જ કરવાં અને તે પછી બીજાએ જે દ્રવ્ય આપ્યું હોય, તેને સર્વની સાક્ષીએ, એટલે એમ કે- આ અમુકના દ્રવ્યથી કરૂં છું’–એમ કહીને, ધમકૃત્યા કરવાં. સામુદાયિક ધર્મકાર્ય કરવાનું હોય, તેમાં જેને જેટલેા ભાગ હોય, તે સર્વ સમક્ષ જાહેર ન કરે, તા પણ પુણ્યના નાશ થાય અને ચારી આદિના દોષ લાગે, એમ શાસ્ત્ર કહ્યું છે. જો શાસ્ત્રોમાં કહેવાએલી આ બધી વાતાને વિચારવામાં આવે, તો સૌને આ બધી વાતે ખરાઅર સમજાવી શકાય અને એથી શ્રી જિનભક્ત એવા સર્વ શ્રાવકાને લાગે કે આપણે આપણી શક્તિ મુજબ પણ આપણી” ગાંઠના દ્રવ્યથી જ શ્રી જિનપૂજા કરવી જોઇ એ. નહિ કરનાર છતાં મનેાભવ સારો અને કરનાર છતાં મનેાભાવ ખરાખ–એ વિષે એક ઉદાહરણ :
સ ગમે તેમ પણ શ્રી જિનપૂજા કરે, તો તેથી ઘેાડા ઘણા પણ લાભ થાય ને?
શ્રી જિનપૂજા ગમે તેમ કરે અને તે પણ તેથી લાભ જ થાય, આવું વળી કચાંથી લઈ આવ્યા ? કરે પૂજા, પણ આશાતના થાય એવી રીતિએ કરે, તેા ય લાભ થાય ? મનેાભાવ ઉપર તે ફૂલના મોટા આધાર છે. મનેાભાવની તરતમતાના કારણે, ફૂલમાં પણ તરતમતા રહે છે. મનેાભાવ વિપરીત