________________
પહેલે ભાગ
૨૨૧
ખર્ચને માટે બૂમ પડવા લાગી છે. આના ઉપાય તરીકે, દેવદ્રવ્યથી શ્રી જિનપૂજન કરવાનું કહેવાને બદલે, સામગ્રીસંપન્ન જનોને પોતપોતાની સામગ્રીથી શક્તિ મુજબ પૂજા કરવાનો ઉપદેશ આપવો જોઈએ. દેવદ્રવ્યના રક્ષણને માટે પણ, આ દેવદ્રવ્યમાંથી શ્રાવકોને પૂજા કરવાની સગવડ કરી દેવાનો ઉપાય, વ્યાજબી નથી. દેવદ્રવ્યનો દુરૂપયેગ થતો અટકાવવો હેય અને સદુપયોગ કરી લે હોય, તો આજે જિર્ણ મન્દિરે ઓછાં નથી. બધાં જિર્ણ મન્દિરનો ઉદ્ધાર કરવાનો નિર્ણય કરે, તો તેને પહોંચી વળે એટલું દેવદ્રવ્ય પણ નથી. પરતુ, દેવદ્રવ્યમાંથી શ્રાવકેને માટે પૂજા કરવાની વ્યવસ્થા કરવી. અને શ્રાવકને દેવદ્રવ્યથી આવેલી સામગ્રી દ્વારા પૂજા કરતા બનાવી દીધા, એ તે તેમને તારવાનો નહિ પણ ડૂબાવી. દેવાનો ધંધે છે. પૂજા ગાંઠના દ્રવ્યથી જ કરવી જોઈએ ?
શ્રી જિનપૂજા કાયિક, વાચિક અને માનસિક –એમ ત્રણ પ્રકારે પણ કહી છે. શ્રી જિનપૂજા માટે જરૂરી સામગ્રી પોતે એકઠી કરવી–તે કાયિક, દેશાન્તરાદિથી તે સામગ્રી મંગાવવી –તે વાચિક અને નંદનવનનાં પુપે આદિ જે સામગ્રી મેળવી શકાય તેમ નથી, તેની કલ્પના કરવા દ્વારા તેનાથી પૂજા કરવીતે માનસિક ! પારકી સામગ્રીથી પૂજા કરનારાઓ, આ ત્રણમાંથી ક્યા પ્રકારની પૂજા કરી શકવાના હતા? શાસ્ત્રોએ તે ગૃહમંદિરમાં ઉત્પન્ન થયેલ દેવદ્રવ્યથી ગૃહમન્દિરમાં પૂજા કરવાની પણ મનાઈ કરી છે. ગૃહમન્દિરમાં ઉપજેલ દેવદ્રવ્ય દ્વારા સંઘના શ્રી જિનમન્દિરમાં પૂજા કરવામાં પણ દેષ કહ્યો છે