________________
૨૨૦
ચાર ગતિનાં કારણે જાણતા કે નહોતા ભગવાન શ્રી જિનેશ્વરદેવના ગુણસમૂહને પિછાનતા; પણ પિતાના શેઠને લીધે એમને પૂજા કરવાનું મન થયું હતું અને “દેવપૂજા એ પુણ્યકરણ છે અને આ ભગવાન એ દેવ છે એવી એઘ સમજ હતી. એના યોગે, એમના હૈયામાં પોતાના દ્રવ્યથી પૂજા કરવાનો શુભ પરિણામ જ ને ? એ બન્ને નોકરને, તે પછી જે ભાવલાસ જ, તે ભાલ્લાસ જે તેમણે શેઠનાં પુષ્પોથી પૂજા કરી હત, તો જન્મત ખરે? “અમારે પૂજા કરવી હોય, તે તે અમારે અમારા દ્રવ્યથી જ કરવી જોઈએ –એ પ્રકારની એમની મનોદશાએ, એમને કેવા સુન્દર ભાવોલ્લાસની તક પમાડી દીધી? તમે, તમારી પાસે દ્રવ્ય હોવા છતાં પણ, પારકાં દ્રવ્યથી પૂજા કરે, તો તેમાં “આજ મારું દ્રવ્યવાનપણું સાર્થક થયું –એવો ભાવ પ્રગટવાને કાંઈ અવકાશ છે ખરો? ખરેખર, ભક્તિના ભાવમાં ખામી આવી છે, એટલે જ આજે આડા-અવળા વિચારો સુઝે છે. શ્રી જિનમંદિરમાં રાખેલી સામગ્રીથી જ પૂજાદિ કરનારાઓ વિવેકહીનપણે વર્તે છે, તેનું કારણ શું? પોતાની સામાન્ય કિમતની ચીજને પણ તેઓ જેટલી સાચવે છે, તેટલી દેરાસરની ભારે કિંમતની ચીજને પણ તેઓ સાચવતા નથી; જ્યારે ખરી રીતિએ તે, શ્રી જિનમન્દિરની કે સંઘની નાનામાં નાની, સાધારણમાં સાધારણ કિમતની ચીજને પણ, સારામાં સારી રીતિએ સૌ કેઈએ સાચવવી જોઈએ. આજે મારે મારા દ્રવ્યથી જ શ્રી જિનપૂજા કરવી જોઈએ –એ વાત વિસરાતી જાય છે અને એથી જે સ્થલે જેનોનાં સંખ્યાબંધ ઘરે હય, તેમાં પણ સુખી સ્થિતિવાળાં ઘરે હોય, ત્યાં પણ કેસર-સુખડ આદિના