________________
પહેલે ભાગ
૨૨૫ છે કે–એને પહોંચી શકે. ખરી ખામી તે, ભગવાન પ્રત્યેની ભક્તિના ભાવમાં જ આવતી જાય છે, અને એ ખામીથી, અનેકવિધ અનર્થો જમ્યા કરે છે. જેના હૈયામાં ભક્તિનો ભાવ જાગે, તે તો વિધિ આદિને ન જાણતો હોય, તે છતાં ય પિતાનાથી જે કાંઈ લાવી શકાય તે લાવીને, ભગવાનના ચરણે ધર્યા વિના રહે નહિ. તમને ઘર આદિ કરતાં, શ્રી જિનમંદિરાદિ વધારે ગમતાં બની જાય અને “આ મનુષ્યજન્મમાં આવીને મારે જેમ બને તેમ પાપથી નિવૃત્ત બનવાનો પ્રયત્ન કરવો જોઈએ”—એમ લાગી જાય; તે, આ કાળમાં પણ શાસનની સુન્દર પ્રભાવના થઈ શકે. બહારની ખરાબીઓ કરતાં પણ અન્તઃકરણની ખરાબીઓ બહુ જ નુકશાનકારક નિવડે છે. જેનું અતઃકરણ સ્વચ્છ બની જાય છે, પાપથી રહિત બનવાની ચિન્તામાં વેજાઈ જાય છે, તેને માટે મુશ્કેલીમાં પણ ધર્મારાધન સહેલું બની જાય છે અને મન મલિન હોય, તે ઘણું સારી સામગ્રીનો વેગ પણ ધર્મારાધનને સુલભ બનાવતું નથી. આ મનુષ્યજન્મનાં જ્ઞાનિઓએ કયા વિશિષ્ટ હેતુથી વખાણ કર્યા છે, એ વાત જે તમારા ખ્યાલમાં બરાબર આવી જાય, તે તમારા સઘળા પ્રયત્નની દિશા જ ફરી જાય. પછી, તમે સાધુ ન બની શકે તે પણ, ગૃહસ્થપણે ય ઉત્તમ જીવનને જીવનારા બની શકો અને દુર્ગતિઓ તે તમારાથી દૂર જ ભાગતી ફરે. હવે તે, તમે, એ માટે પ્રયત્ન કરવાના જ ને? “જોઈએ છે એક મોક્ષ અને જ્યાં સુધી મેક્ષ ન મળે ત્યાં સુધી ધર્મસામગ્રી તથા ધર્મસાધનની અનુકૂળતા જોઈએ છે.”—આ સિવાયની કઈ ઈચ્છા ન રહે, તે પણ આ જીવન ઘણે અંશે સાર્થક થઈ જાય. ૧૫