________________
[૪] દગતિને ડર પેદા કરે સહેલો છે, પણ દુર્ગતિનાં કારણ
ડર પેદા કરવા મુશ્કેલ છે? અનન્ત ઉપકારી, કલિકાલસર્વજ્ઞ, આચાર્યભગવાન શ્રીમદ્ હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે-કષાયથી અને ઈન્દ્રિયોથી જીતાએલે આત્મા, એ સંસાર છે અને કષાયોને તથા ઈન્દ્રિયોને જે આત્મા જીતી ચૂક્યા છે, તે મેક્ષ છેએમ ભગવાન શ્રી અરિહંતદેવો આદિએ ફરમાવ્યું છે. કષાયો ઉપર અને ઈન્દ્રિય ઉપર સંપૂર્ણપણે વિજય મેળવીને, અત્યાર સુધીમાં, અનન્તા આત્માઓએ પોતાના એક્ષપર્યાયને પ્રગટ કર્યો છે અને એવા અનન્તા આત્માઓ શ્રીસિદ્ધિપદે વિરાજે છે, કે જેને આપણે “નમો સિદ્ધાણં' એમ કહીને, નમસ્કાર કરીએ છીએ. જે જીવોએ હજુ પણ પોતાના એક્ષપર્યાયને પ્રગટ કર્યો નથી, અથવા તે, જે જીવો પોતાના મેક્ષપર્યાયને પ્રગટ કરી શક્યા નથી, તેઓ સંસારમાં રૂલે છે, આપણે પણ એમાંના જ છીએ, કારણ કે આપણો મેક્ષિપર્યાય હજુ પ્રગટ થયો નથી. જે જીવોને એક્ષપર્યાય પ્રગટ થયે નથી અને એથી જે જીવો સંસારમાં રહે છે, તે જીવો પૈકીના જે જીવો અવ્યવહાર રાશિમાંથી નીકળીને વ્યવહાર–રાશિમાં આવ્યા છે, તેઓ ચાર ગતિઓ દ્વારા સંસારમાં પરિભ્રમણ કરે છે. સંસારમાં રૂલનારા એવા જીવોને માટે, સંસારમાં પરિ