________________
પહેલે ભાગ
૨૨૭ ભ્રમણ કરવાનાં સ્થાનો ચાર છે. દેવગતિ, મનુષ્યગતિ, તિર્યચગતિ અને નરકગતિ,આ ચાર ગતિઓ સિવાય, વ્યવહારરાશિમાં આવેલા સંસારી જીવોને માટે, કેઈ સ્થાન નથી. આ ચાર ગતિઓ પૈકી બે ગતિઓ-નરકગતિ અને તિર્યંચગતિ -આપણને પસંદ નથી. શાથી એ બે ગતિઓ પસંદ નથી? ત્યાં દુઃખ બહુ છે, માટે ને? નરકગતિમાં અને તિર્યંચગતિમાં નથી જવું, એમાં તે મતભેદ નથી; પણ શા માટે નરકંગતિમાં અગર તિર્યંચગતિમાં નથી જવું? ત્યાં ધર્સસામચીને અભાવ છે, એ માટે? જેને ધર્મ સિવાય કઈ ચીજનો ખપ નથી, તેને તે દેવગતિમાં જવાનું પણ ગમે નહિ. એને તો એમ જ થાય કે-“મને તો મનુષ્યગતિ મળે તે સારું, કે જેથી ધર્મની સુન્દર પ્રકારે આરાધના કરી શકાય.” એને દુઃખને ડર હોય, તો ય તે એ પૂરતું હોય કે દુઃખમાં ધર્મ સાધવાનું સત્ત્વ મારામાં નથી, માટે દુઃખના રોગે મારી ધર્મસાધનામાં વિદન આવવાનો સંભવ છે. આથી, દુઃખ ન મળે અને મારી ધર્મસાધનામાં વિશ્ન આવે નહિ, તે સારું!” આવી મનોવૃત્તિ જેની હોય, તેને પણ નરકગતિ અને તિર્યચગતિ પસંદ પડે નહિ, કેમ કે-નરકમાં પણ ધર્મસામગ્રી નથી અને તિર્યંચગતિમાં પણ ધર્મ પામવો અને ધર્મ પાળવો -એ અતિશય મુશ્કેલ છે. તમે આવી ઈચ્છાથી જ અને આવી સમજથી જ, નરકગતિને અને તિર્યંચગતિને નાપસંદ કરે છે ને? કે કેવળ દુઃખના ડરથી જ, એ ગતિઓ, તમને પસંદ નથી એમ કહે છે ?
સ૦ ધર્મસામગ્રી ન મળે એથી પણ ન ગમે. તે અહીં જે ધર્મસામગ્રી મળી ગઈ છે, તેને તમે