________________
૨૨૮
ચાર ગતિનાં કારણે કેટલે સદુપયોગ કરો છો? અહીં જે ધર્મસામગ્રી મળી છે, તેની તમને કેટલી કિંમત છે, એના ઉપરથી માપ નીકળી શકે. બાકી, દુર્ગતિને ડર, નાસ્તિક સિવાય કે નથી? નરકમાં આટલાં આટલાં દુખે છે અને તિર્યંચગતિમાં પણ અમુક અમુક દુખે છે-એ વગેરે સાંભળતાં, નરકગતિનો અને તિર્યંચગતિનો ડર તે પેદા થઈ જાય, પણ ડરવા માત્રથી શું વળે? દુર્ગતિનો ડર પેદા કરે સહેલો છે, પણ દુર્ગતિનાં કારણેને ડર પેદા કરવો મુશ્કેલ છે. જ્ઞાનિઓ તે દુર્ગતિનાં કારણોને ડર પેદા કરવા માગે છે. દુઃખથી ડરતા હોય, એટલે દુર્ગતિને ડર હોય, પણ સંસારસુખના રસિક હોય એટલે દુર્ગતિનાં કારણે તે રસ હોય, એવા તે ઘણા જીવે છે. આપણે તે દુર્ગતિનાં કારણેથી બચવું જોઈએ, દુર્ગતિનાં કારણેથી મૂકાવાને આપણે પ્રયાસ જોઈએ. દુર્ગતિનાં કારણોથી બચી કોણ શકે? જીવમાં જ્યારે અમુક યોગ્યતા પ્રગટે છે, ત્યારે જ તેનામાં દુર્ગતિનાં કારણોથી બચવાની વૃત્તિ પણ પ્રગટે છે. . આયુષ્યબંધ માટેની સાવચેતી :
જ્ઞાનિઓએ ચારેય ગતિના આયુષ્યના બંધનાં કારણોનું પણ વર્ણન કરેલું છે. નરકગતિના આયુષ્યના બંધનાં કારણે ક્યાં ક્યાં છે, તિર્યંચગતિના આયુષ્યના બંધનાં કારણે કયાં ક્યાં છે, મનુષ્યગતિના આયુષ્યના બંધનાં કારણે કયાં કયાં છે અને દેવગતિના આયુષ્યના બંધના કારણે ક્યાં ક્યાં છે, એનું જ્ઞાનિઓએ વર્ણન કર્યું છે. જેને દુર્ગતિ ન જોઈતી હોય, તેણે દુર્ગતિના આયુષ્યના બંધનાં કારણેથી દૂર રહેવું