________________
પહેલે ભાગ
૨૨૯ જોઈએ ને ? એ કારણો સમજાય અને સમજીને યાદ રખાય, તે જ તેનાથી દૂર રહી શકાય ને? એ કારણોને એકદમ તજી દેવાં–એ સહેલું નથી, પણ એ કારણોને મારે ત્યાગ કરવો જોઈએ”-એમ તે થવું જોઈએ ને? “એ કારણે સેવવા જેવાં નથી” એમ જ લાગે, તે એ કારણોને સેવવાં પડે તો ય, એ કારણોને સેવતાં સેવતાં હૈયું કંપ્યા કરે ને ? એ કારણેને તજવાની વૃત્તિ હોય અને સાગાદિને વશ થઈને એ કારણેને સેવવાં પણ પડતાં હોય, તે પણ એ કારણોને સેવતી વખતે પણ “આ નહિ સેવવા લાયક સેવાય છે”—એમ મનમાં થાય અને પછી પણ એને માટે પશ્ચાત્તાપાદિ થાય; એટલે, એ કારણને રસપૂર્વક સેવાય પણ નહિ તથા પાછળથી તેની અનુમોદનાદિ પણ થાય નહિ; અને એથી, એ કારણેનું સેવન પણ દુર્ગતિના આયુષ્યના બંધનું કારણ બને નહિ. જીંદગીમાં આયુષ્યને બંધ એક જ વાર પડે છે અને તે પણ અંતર્મુહૂર્ત કાળ જેટલા સમયમાં જ આયુષ્યને બંધ પડે છે, ત્યારે આયુષ્યના બંધ માટે કેટલી બધી સાવધગીરી રાખવી જોઈએ? જે બાઈને વીજળીના પ્રકાશમાં સેયમાં દોરો પરોવી લે હોય, તે બાઈ કેટલી બધી સાવધ રહે? વીજળી ઝબુકે ત્યારે સોય-દોરો લેવા જાય કે પહેલેથી જ સેય–દેરે લઈ રાખે? સોય-દરે લઈને પણ નીચે મૂકી રાખે કે હાથમાં ને હાથમાં રાખી મૂકે? એ એટલી સાવધ રહે છે કે–આમ જેવી વીજળી ઝબુકે છે, તેવી જ તે સેયમાં દેરે પરેવી દે છે. આયુષ્યના બંધને માટે પણ, એવી સાવચેતી રાખવી પડે? કારણ કે
ક્યારે આયુષ્યને બંધ પડશે, તેની નિશ્ચિત ખબર નથી અને જે બીનસાવચેતીમાં આયુષ્યને બંધ પડી ગયો, તો પછી