________________
૨૩૦
ચાર ગતિનાં કારણે તેમાં ગતિને ફેરફાર થઈ શકતું નથી. આયુષ્યકર્મ બંધાઈ ગયું, એટલે ખલાસ. એ ગતિમાં ગયે જ છૂટકે. આમ નિયમ કેસમ્યગ્દષ્ટિ માનવી નિયમા વૈમાનિક દેવ થાય, પણ સમ્યદર્શન પામતાં પૂર્વે જે આયુષ્યનો બંધ પડી ગયે હોય, તે સમ્યક્ત્વ એમાં ગતિ સંબંધી કેઈ ફેરફાર કરી શકે નહિ; અથવા તે, સમ્યગ્દર્શન આવ્યા પછી પણ જો તે ચાલ્યું ગયું હોય, તો તે પછી પડનારા આયુષ્યના બંધમાં પણ, તેની તેવી અસર રહે નહિ. જે વખતે આયુષ્યનો બંધ પડે, તે વખતે જે માનવીમાં સમ્યગ્દર્શન ગુણ વિદ્યમાન હોય, તે જ તે માનવીને નિયમા વૈમાનિક દેવનું આયુષ્ય બંધાય. દુર્ગતિનાં કારણે સેવવા લાયક જ નથી –એમ લાગ્યા કરે
એવું મન કેળવવું જોઈએ : આત્મા ક્યારે ધર્મ તરફ વળી શકશે અને ધર્મને કેમ પામી શકશે, એ ચાલુ વાત એટલી બધી મહત્ત્વની છે કે- એ વાતને વિચાર્યા વિના ચાલી શકે તેમ નથી, પરંતુ હાલ તે તમારી માગણથી ચાર ગતિએનાં કારણોને વિચાર કરવાને રાખે છે; આટલી સામગ્રીને પામીને, હવે દુર્ગતિથી તે અવશ્ય બચી જવું છે, એમ તમને થાય ને ? આજે જે લોકે ધર્મકિયાઓને આચરે છે, તેઓના મનમાં વિશેષ કાંઈ નહિ, તે ય એટલું તે ખરૂં જ ને કે-“આ ધર્મકિયાઓના ગે, મારાં દુર્ગતિનાં દ્વાર બંધ થઈ જાય અને મને સદ્ગતિ મળે?” જે દુર્ગતિથી બચવાને ઈરાદે હોય, તો પણ તમને એ વિચાર આવે કે અત્યાર સુધીમાં હું બહુ રખડ્યો છું અને મેં ઘણું ઘણું દુઃખેને વેઠયાં છે, કેમ